અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં રવિવારને અષાઢી બીજના પાવન પર્વે નીકળનાર ભગવાન જગન્નાથની 42મી રથયાત્રાને રથયાત્રા ઉત્સવ સમિતીએ તૈયારીને આખરી ઓપ આપી દીધો છે સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જેના શિરે જવાબદારી છે તેવા પોલીસતંત્ર દ્વારા રથયાત્રાના માર્ગ પર જીલ્લા SP શૈફાલી બારવાલની અધ્યક્ષતામાં મુખ્ય ચાર રસ્તાથી પોલીસ અને સુરક્ષા જવાનો નું ફૂટ પેટ્રોલીંગ યોજાયું હતું,જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને, રથયાત્રા પર્વની ઉત્સાહભેર ઉજવણીમાં જોડાવવા જીલ્લાવાસીઓને શુભેચ્છા સહ અપીલ કરી હતી
મોડાસા શહેરમાં યોજાનાર 8 કિલોમીટર લાંબી 42મી રથયાત્રામાં એક DYSPની આગેવાની માં 5 PI, 10 પોલીસ સબ ઈન્સ્પેક્ટર,180 પોલિસ કર્મચારીઓ અને 130 હોમગાર્ડ અને જીઆરડી જવાનો ફરજ બજાવશે પોલીસકર્મીઓ બોડીવોર્ન કેમેરા સાથે તૈનાત રહેશે તેમજ રથયાત્રામાં ડ્રોન કેમેરા અને વીડિયોગ્રાફીની બાજ નજર રહેશે તેમજ રથની સાથે પીએસઆઇની ટીમ ચાલશે અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસતંત્ર સજ્જ હોવાનું જીલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું
મોડાસા શહેરમાં રથયાત્રા રૂટ પર જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ, ડીવાયએસપી,LCB,SOG અને મોડાસા ટાઉન પોલીસ અધિકારીએ પોલીસ કાફલા અને સુરક્ષા જવાનો અને સરકારી વાહન સાથે ચાર રસ્તાથી લિયો બસ સ્ટેન્ડ અને રથયાત્રાના સેન્સિટિવ રૂટ પર પોલિસ માર્ચ યોજવામાં આવી હતી. આ પોલિસ માર્ચ જુના બસ સ્ટેન્ડ થી રાધાબેનના દવાખાના રોડ, ખડાયતા પોલીસ ચોકી, કડિયાવાડા, ભાવસારવાડા થી જુનુ પોલીસ સ્ટેશન ચાર રસ્તા ચોકી સુધી વિગેરે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું