અરવલ્લી SP શૈફાલી બારવાલ જીલ્લામાં દેશી-વિદેશી દારૂના ખપ્પરમાં હોમાતા પરિવારો અને યુવાધનને બચાવવા ચાર્જ સંભાળતાની સાથે બુટલેગરો સામે લાલ આંખ કરી પોલીસને પ્રોહિબિશનની સખ્ત અમલવારી કરવા તાકીદ કરતા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથધરી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતા બુટલેગરો અંતરિયાળ માર્ગો પરથી દારૂ ઠાલવવા સક્રિય થયા છે
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારના અંતરિયાળ માર્ગો પર પેટ્રોલીંગ હાથધરતા રાજસ્થાનથી દારૂ ભરી વેગનઆર કાર બોરનાલા થી પાલ્લા રોડ તરફ આવી રહી હોવાની બાતમી મળતા પોલીસે ગુણીયાકૂવા ગામ નજીક વોચ ગોઠવી બાતમી આધારિત વેગનઆર કાર આવતા પોલીસની નાકાબંધી જોઈ રોડ પર બ્રેક મારી કાર પરત હંકારવા જતા પાછળ અન્ય વાહનો હોવાથી રોડ સાઈડ ઉભી રાખી કાર ચાલક બુટલેગર તેના સાથી સાથે ખેતરમાં દોટ લગાવતા એક બુટલેગરને દબોચી લીધો હતો કાર ચાલક બુટલેગર ફરાર થઈ જતા પોલીસે કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન-204 કિં.રૂ.48120/- અને કાર મળી રૂ.3.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગોપાલ રમેશ મીણાને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર કાર ચાલક બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા