આંગણવાડી-6 કેન્દ્રની કાર્યકર બહેનને નોટિસ ફટકારી સંતોષ માનશે કે પછી ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.!!
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં આંબેડકર ચોક નજીક આવેલ આંગણવાડીના કાર્યકર બહેન આંગણવાડીમાં આવતા બાળકો રડે તો માર મારતા હોવાની સાથે વાલીને બાળકને અહીંયા મોકલવાનું નહીં કહી દાદાગીરી પર ઉતરી આવતા વાલીઓએ રજૂઆત કરતા આંગણવાડી કાર્યકર બહેને અભદ્ર વર્તન કરતા હોબાળો મચી ગયો હતો. આંબેડકર ચોકની આંગણવાડીમાં પંખાની સુવિધાઓ અભાવ હોવાથી બાળકો ગરમીમાં બફાઇ રહ્યા છે. વાલીઓએ કાર્યકર બહેનને ફરજમુક્ત કરવામાં આવેની સ્થાનિક લોકોએ માંગ કરતા આઈસીડીએસ વિભાગ હરકતમાં આવ્યું હતું અને મુખ્ય સેવિકા તબડતોડ આંગણવાડી કેન્દ્રમાં પહોચ્યા હતા અને વાલીઓને સાંભળી આખરે આંગણવાડી કાર્યકરને નોટિસ ફટકારી હતી
ટીંટોઈ ગામના આંબેડકર ચોક નજીક આવેલ આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેન આંગણવાડીમાં રડતા બાળકોને જોઈ જાણે મગજ પરનો કાબૂ ગુમાવી દેતા હોય તેમ બાળકને સાંત્વના આપવાના બદલે લાફા ઝીંકી દેતા હોવાથી વાલીઓમાં રોષ ફેલાયો છે. ગુરુવારે એક બાળક રડતું હોવાથી કાર્યકર બહેન બાળકના વાલીને બોલાવી તમારું બાળક કેમ રડે છે કહી બાળકને આંગણવાડીમાં મોકલવું નહીં અને અહીયાથી લઇ જાવ કહેતા તેમજ નાસ્તાનો ડબ્બો મોકલી આપજો નાસ્તો મોકલી આપે કહી અભદ્ર વર્તન કરતા આંગણવાડીમાં આવતા અન્ય બાળકોના વાલીઓ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આંગણવાડી કાર્યકર મહિલાના દાદાગીરી ભરેલ વર્તન સામે હોબાળો મચાવ્યો હતો.
મોડાસા તાલુકાની ટીંટોઇ આંગણવાડી-૬ કેન્દ્રના કાર્યકર બહેને બાળકને માર માર્યો હોવાનો આક્ષેપ સાથે,ગત ગુરુવારે આંગણવાડી કેન્દ્ર પર વાલીઓએ હોવાળો મચાવી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.જે ઘટનાનો અહેવાલ મીડિયામાં પ્રસારિત થયા મોડાસા ઘટકના ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ.ઋત્વિબેન ચૌધરીની ટીમે તાત્કાલિક અસરથી,આંગણવાડી કેન્દ્ર ખાતે તપાસ અર્થે પહોંચી,કાર્યકર અને લાભાર્થી વાલીઓના નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી હતી.ત્યાર બાદ બાળકને માર મારનાર આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેન ને નોટિસ ફટકારી,શિક્ષાત્મક પગલાં ભરવાની સંબધિત અધિકારીએ તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
મોડાસા ઘટકના ઇન્ચાર્જ CDPO ઋત્વિબેન ચૌધરીએ નોટિસ ફટકારી એક દિવસમાં ખુલાસો માગ્યો
મોડાસા ઘટકના ઇન્ચાર્જ સીડીપીઓ ઋત્વિબેન ચૌધરીના જણાવ્યા અનુસાર ટીંટોઇ આંગણવાડી-૬ કેન્દ્રના કાર્યકર બહેને બાળકને માર માર્યો આક્ષેપ સાથે વાલીઓએ હોબાળો મચાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.આ બાબતે માહિતી મળતા અમારી ટીમે તાત્કાલિક અસરથી,આંગણવાડી કેન્દ્ર ખાતે તપાસ અર્થે પહોંચી,કાર્યકર અને લાભાર્થી વાલીઓના નિવેદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે બાદ બાળક ને માર મારનાર આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનને નોટિસ ફટકારી દિન એકમાં ખુલાસો માગ્યો હતો.