38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : શું ડોક્ટર બનવાનો હક માત્ર અમીરોનો જ છે..? મેડિકલ કોલેજમાં...

અરવલ્લી : શું ડોક્ટર બનવાનો હક માત્ર અમીરોનો જ છે..? મેડિકલ કોલેજમાં થયેલ ફી વધારા સામે AAPના ઉગ્ર વિરોધ સાથે આવેદન

0
110

ગુજરાતમાં GMERS કોલેજો દ્વારા MBBSના અભ્યાસમાં અસહ્ય ફી વધારો કરવામાં આવતા મેડીકલના વિદ્યાર્થીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે એમબીબીએસની ફીમાં કરેલ અધધ વધારા સામે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વખોડી કાઢી વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અરવલ્લી આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ મેડિકલ કોલેજમાં કરેલ તોતિંગ ફી વધારો પરત લેવામાં આવેની માંગ સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ અને ફી વધારો પાછો લેવામાં આવે તેવી માંગ કરી હતી

 

 

અરવલ્લી જીલ્લા આમ આદમી પાર્ટી સંગઠનના હોદેદારોએ શનિવારે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી GMERS કોલેજો દ્વારા MBBSના અભ્યાસમાં કરેલ તોતિંગ ફી વધારો પરત લેવામાં આવેની માંગ કરી હતી ગરીબ તેમજ મધ્યમ વર્ગના વિધ્યાર્થીઓ ડોક્ટર બની દર્દીઓની સેવા કરવા ઈચ્છે છે તેઓ માટે ફી વધારો અવરોધ રૂપ બની શકે છે મેડિકલ કોલેજોમાં ફી વધારાના કારણે વિદ્યાર્થીઓ માટે MBBSનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અત્યાર સુધી જે ગવર્મેન્ટ ક્વોટાની ફી રૂપિયા 3.30 લાખ હતી તે વધારીને રૂપિયા 5.50 લાખ કરવામાં આવી છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂપિયા 9 લાખ હતી તે વધારીને રૂપિયા 17 લાખ કરી છે. જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશકય છે ત્યારે આ ફી વધારો દાઝ્યા પર ડામ આપવાનું કામ કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!