અરવલ્લી જીલ્લામાં ચોમાસાના આગમન બાદ માલપુર અને બાયડ પંથકમાં વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતોના ચિંતા પ્રસરી હતી ત્યારે માલપુર પંથકમાં મેઘરાજા મહેરબાન થતાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા માલપુરના રોડ રસ્તાઓ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને હાશકારો થયો હતો માલપુર પંથકમાં મુશળધાર વરસાદ છતાં માલપુર તંત્ર જાણે અજાણ હોય તેમ જણાઈ આવ્યું હતું મીડિયામાં માલપુર પંથકમાં નદી વહીના દ્રશ્યો પ્રદર્શિત થતાં આખરે 11 એમએમ વરસાદ પડ્યો હોવાના તંત્રએ આંકડા જાહેર કર્યા હતા
માલપુર પંથકમાં સોમવારે વહેલી સવારે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ખેતરો પાણીથી તરબોળ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો માલપુર નગરમાં રોડ રસ્તાઓ પરથી નદીઓ વહી હતી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતો અને લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા ખેતીપાક ને નવજીવન મળતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો