સતત ત્રીજી ટર્મમાં ચેરમેન તરીકે બિનહરીફ વરણી થતા બ્રહ્મ સમાજમાં ખુશીની લહેર
ધી એકલિંગજી ક્રેડીટ કો.ઓ.સો.લી મોડાસાની મળેલી મીટીંગ મંડળીના ચેરમેન તરીકે અશોકભાઈ ગૌરીશંકર જોષી ની બિનહરીફ વરણી કરવામા આવી હતી. મંડળી ના વાઈસ ચેરમેન તરીકે ભૂપેન્દ્રભાઈ ગોર અને મેનેજીંગ ડીરેકટર તરીકે બ્રિજેશ ઉપાધ્યાય અને રાજુભાઈ ઉપાધ્યાય ની વરણી કરવામા આવી હતી. મંડળી ના સૌ ડીરેકટરોએ મંડળી ના નવનિયુક્ત ચેરમેન વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર ને અભિનંદન પાઠવ્યા હતા.
મંડળી ના પૂર્વ ચેરમેન અર્ચનાબહેન જોષી અને ડીરેકટર હિતેન્દ્ર ભાઈ જોષી એ પુષ્પગુચ્છ અને ફૂલહાર પહેરાવી ચેરમેન ને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. મંડળીના ચેરમેન તરીકે અશોકભાઈ જોષી ની વરણી થતા સભાસદો મા ખુશી ની લહેર વ્યાપી હતી અગાઉ બે વાર ચેરમેન પદે સેવા આપ્યા બાદ ત્રીજી ટર્મ મા બિનહરીફ વરણી કરવામા આવતા અરવલ્લી જીલ્લા બ્રહ્મ સમાજ અને એકલિંગજી પ્રગતિ મંડળ ના સૌ હોદ્દેદારાઓ એ શુભેચ્છાઓ પાઠવી હતી. 650થી વધુ સભાસદો અને વાર્ષિક 5.5 કરોડ થી વધુ ટર્ન ઓવર ધરાવતી ધી એકલિંગજી ક્રેડિટ કો.ઓ.સો.લી મોડાસા શહેરમા આગવી પ્રતિભા ધરાવતી મંડળી છે. સમગ્ર મિટીંગ નુ સંચાલન સંસ્થા ના મેનેજર રાજલબહેન દ્વારા કરવામા આવ્યુ હતું.