asd
23 C
Ahmedabad
Thursday, November 14, 2024

સાયબર ફ્રોડનો નવો ટ્રેન્ડ : ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા નહીં…!!! મોડાસામાં મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી 7.30 લાખ પડાવ્યા


તમારા પુત્રએ 13 વર્ષીય બાળકી પર રેપ કરી દાગીના ચોરી લીધા છે કહી સમાચાર પ્રસિધ્ધ ન થાય તેમ કહી સાયબર ગઠિયાએ મહિલાને જાળમાં ફસાવ્યા, CID ઈન્સ્પેક્ટર બોલું છું કહી વોટ્સએપ કોલ કરી વોટ્સએપ કોલ ચાલુ રાખવાનું દબાણ કરી RTGSથી 7.30 લાખ પડાવી લીધા,એન્જિનિયર પુત્રને પાંચ થી સાત વર્ષની જેલ થશે કહી 17 થી 18 લાખ રૂપિયાની માંગ કરી,વિધવા મહિલાએ પુત્રની મંગેતર સામે રડી પડી સમગ્ર ઘટના અંગે જણાવતા સાયબર ફ્રોડની મહિલાને ખબર પડી

Advertisement

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં કોરલ સીટીમાં રહેતા મહિલાને CID ઈન્સ્પેક્ટરના નામે વોટ્સએપ કોલ કરી તમારા પુત્રએ 13 વર્ષની બાળકી પર રેપ કર્યો હોવાનું જણાવી સાયબર ગઠિયાએ મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી વોટ્સએપ કોલ ચાલુ રાખી પુત્રને બચાવવો હોય તો બળજબરી પૂર્વક ધમકાવી 7.30 લાખ રૂપિયા અલગ-અલગ ખાતામાં RTGSથી ટ્રાન્સફર કરાવી લીધાં બાદ પુત્રની મંગેતરને સમગ્ર ઘટના અંગે વાત કરતા મંગેતરે સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનું વિધવા મહિલાને જણાવતા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાતા સાયબર ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Advertisement

 

Advertisement

મોડાસા શહેરની કોરલ સિટીમાં રહેતા વિધવા મહિલાનો એકનો એક પુત્ર અમદાવાદ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે મહિલા ઘરે હતા ત્યારે થોડા દિવસ અગાઉ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવતા મહિલાએ કોલ રિસિવ કરતા હિંદી ભાષી સાયબર ગઠિયાએ CID ઈન્સ્પેક્ટ રાહુલ તરીકે ઓળખ આપી તમારો પુત્ર 13 વર્ષીય બાળકી પર રેપ કર્યો હોવાનું જણાવી ગુન્હાના સમાચાર પ્રસિધ્ધ થવા દેવા ન હોય અને નિર્દોષ છોડાવવો હોય તો 1.30 લાખ રૂપિયા ભરવા પડશે તમારા છોકરાને છોડી દઈશ કહી હાલ જ રૂપિયા ગઠિયાએ જણાવેલ ખાતામાં ભરવાનું જણાવી કોલ ચાલુ રાખ્યો હતો મહિલા HDFC બેંકમાં પહોંચી 1.30 લાખ રૂપિયા ચેક દ્વારા ટ્રાન્સફર કર્યા હતા

Advertisement

 

Advertisement

સાયબર ગઠિયાએ મહિલાને વોટ્સએપ કોલ ચાલુ રાખીને મહિલાને ઘરે પહોચવા જણાવતા મહિલા ઘરે પહોંચી હતી ગભરાઇ ઉઠેલ મહિલા કોલ કરતા પણ ડર અનુભવતા હતા મહિલાએ દસ મિનિટ્સ પછી હેલો કહેતા મહિલાને ઉતાવડ કેમ કરો છો કહી ધમકાવી થોડી વાર પછી તમારા પુત્રએ બાળકીના દાગીના વેચી માર્યા છે અને બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે તમારા પુત્રને પાંચ થી સાત વર્ષની જેલ થશે કહી 17 થી 18 લાખ રૂપિયાની માંગ કરતા એટલા રૂપિયા ન હોવાનું અને 6 લાખ રૂપિયા હોવાનું જણાવતા સાયબર ગઠિયાએ બે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા તેમણે તેમના પુત્રની મંગેતરને બેંકમાં બોલાવતા બંને એક્ટિવા પર ઘરે આવ્યા બાદ મહિલાએ તેમના પુત્રની મંગેતરને સમગ્ર ઘટનાની જાણ કરતા ચોંકી ઉઠી હતી અને તેને તેના ફિયાન્સીને કોલ કરતા હાલ જ પરીક્ષા ખંડમાંથી બહાર આવ્યો હોવાનું જણાવતા મંગેતરે મહિલાને સાયબર ફ્રોડનો ભોગ બનાવ્યા હોવાનું જણાવતા મહિલા પર આભ તૂટી પડ્યું હતું આખરે મહિલાએ રાહુલ નામના સાયબર ગઠિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!