અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર બાતમીદારો સક્રિય કરી નાસતા-ફરતાં આરોપીઓને દબોચી રહી છે જીલ્લા એલસીબી પોલીસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઠગાઈ અને ધાડના ગુન્હામાં સંડોવાયેલા બાયડના બોરીટીંબાના વિજય ઝાલાને અને મારામારીના ગુન્હામાં સંડોવાયેલ ભિલોડા અજીતપુરાના વિજય ભરાડા ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે ધનસુરા પોલીસ સ્ટેશનમાં પેટ્રોલીંગ હાથધરતા ધનસુરા-માલપુર ત્રણ રસ્તા પર બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠગાઈ કરનાર અને ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડના ગુન્હામાં પોલીસને હાથતાળી આપનાર વિજય મંગળ ઝાલા ઉભો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી સ્થળે ત્રાટકી વિજય મંગળ ઝાલા (રહે, બોરીટીંબા-બાયડ)ને ઝડપી પાડી બાયડ પોલીસને સોંપી દીધો હતો તેમજ ભિલોડા પોલીસ સ્ટેશનમાં બે મહિના અગાઉ મારા મારીના ગુન્હામાં સંડોવાયેલા વિજય પ્રવીણ ભરાડા (રહે,અજીતપુરા-ભિલોડા)ને ગામ નજીક રોડ પરથી ઝડપી પાડી ભિલોડા પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી