અરવલ્લી જીલ્લામાં દર વર્ષે વરસાદી માહોલમાં તસ્કર ટોળકીઓ સક્રિય થઈ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરી ફરાર થઈ જવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થતો હોય છે શામળાજી મંદિર નજીક આવેલ રોડ પર કરિયાણાની દુકાનમાં તસ્કર ત્રાટકી 1.01 લાખની સિગારેટ અને સૂકા મેવાના જથ્થાની ચોરી કરી ફરાર થઈ જતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે શામળાજી પોલીસ નાઇટ પેટ્રોલીંગ સઘન બનાવેની પ્રબળ માંગ ઉઠી છે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે
શામળાજી ગ્રામ પંચયાત નજીક મંદિર જવાના રોડ પર આવેલી માજીશા કિરાણા સ્ટોર્સના માલિક રેવતસિંહ રાજપુરોહિત રાબેતા મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા રાત્રિના સુમારે તસ્કરો ત્રાટકી દુકાનની ઉપર લગાવેલ પતરું ઉંચું કરી દુકાનમાં રહેલ 1.01 લાખની સિગારેટ અને સૂકા મેવાના જથ્થાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા દુકાન માલિકે સવારે દુકાન ખોલતા દુકાનમાં માલસામાન અસ્તવ્યસ્ત પડેલો જોતા ચોરી થયાની જાણ થતાં બૂમાબૂમ કરી મુકતા આજુબાજુથી અન્ય વેપારીઓ દોડી આવ્યા હતા શામળાજી પોલીસને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી દુકાનમાં પ્રાથમિક તપાસ હાથધરી અજાણ્યા ચોર ઇસમ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી