સાઠંબામાં પોલીસના અસ્તિત્વને પડકાર ફેંકતાં અસામાજીક તત્ત્વો, સમગ્ર પંથકમાં બુટલેગરો અને તેમના સાગરીતોની ગેંગના ભયથી લોકો થર થર કાંપી રહ્યા છે,પોલીસ દંડો પછાડી લુખ્ખાતત્ત્વોને કાયદાનો પાઠ ક્યારે ભણાવશે…!! નવનિયુક્ત PSI સ્વામી બુટલેગરો અને લુખ્ખાઓ સામે સિંઘમ બની કામગીરી કરે તેવી લોકમાંગ
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામ સહિત આજુબાજુના પંથકમાં દેશી-વિદેશી દારૂનો ધૂમ વેપલો કરી બુટલેગરો ફાટીને ધુમાડે ગયા છે લબરમુછીયા અસામાજીક તત્ત્વોની ખુલ્લેઆમ દાદાગીરીથી સાઠંબામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હોય તેમ બિહાર જેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે બૂટલેગરો અને અસામાજીક તત્ત્વો ખાખી ને જાણે લલકારી રહ્યા હોય તેમ બેફામ બની વેપારીઓ અને પ્રજાજનોને રંજાડી રહ્યા છે લુખ્ખાતત્ત્વોના ડરથી વેપારીઓ અને પ્રજાજનો બોલવા તૈયાર નથી સાઠંબા સહિત આજુબાજુના પંથકમાં બુટલેગરોની છત્રછાયામાં 50 થી 60 જેટલા લેબરમુછિયા યુવકોની જુદી જુદી ગેંગ કાળોકેર વર્તાવી રહી છે પોલીસ અગમ્ય કારણોસર મૂક પ્રેક્ષક બની રહેતા લુખ્ખાતત્ત્વોને ખુલ્લો દોર મળી ગયો છે પોલીસ આવારાગર્દી કરતા અસામાજીક તત્ત્વોને કાયદાનો પાઠ ભણાવેની લોકમાંગ પ્રબળ બની છે નહીં તો સાઠંબા સહિત સમગ્ર પંથક ઉત્તરપ્રદેશ, બિહારના કસ્બા બની જશેની ચિંતા પ્રજાજનોને સતાવી રહી છે
સાઠંબા બસ સ્ટેન્ડ નજીક મંચુરિયનની રેકડી પર એક શખ્સ પહોંચી લારી પર ઉભેલા કારીગર સાથે મગજમારી કરતા મંચુરિયનની લારીનો માલિક યુવકને ઝગડો નહીં કરવા વિનંતી કરી રહ્યો હતો ત્યાં તેને તેના સાગરીતોને ફોન કરી બોલાવતા કારમાં ત્રણ-ચાર લુખ્ખાઓ ધસી આવ્યા હતા અને મંચુરિયન રેકડીનાં માલિક અને કારીગરને ગડદાપાટુ નો ઢોર માર મારી ફિલ્મ દ્રશ્યની જેમ રેકડી પર રહેલા તવા વડે હુમલો કરતા આજુબાજુથી લોકો દોડી આવી મંચુરિયન માલિક અને તેના કારીગરને માંડ માંડ છોડાવ્યા હતા અસામાજીક તત્વોએ લારીમાં તોડફોડ કરી માલસામાન ફેંકી દીધો હતો લોકોના ટોળેટોળા ઉમટતા લુખ્ખાતત્વો કારમાં ફરાર થતાં પહેલા લારી આગળ રહેલ ટેબલ-ખુરશીઓ પર કાર ચડાવી દઈ રફુચક્કર થઈ ગયા હતા સમગ્ર આંતક સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અસામાજીક તત્ત્વોની દાદાગીરી સામે પોલીસ લાચારી અનુભવી રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે