DYSP ડી.પી.વાઘેલા સાઠંબા પહોચી સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો, પોલીસે ત્રણે આરોપીઓ સાથે રાખી ઘટનાનો રિક્સ્ટ્રક્શન કર્યું,લોકોએ પોલીસની ત્વરિત કામગીરીની સરાહના કરી
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા બસ સ્ટેન્ડ નજીક મંચુરિયનની રેકડીના માલિક અને કારીગર પર દુકાન ખાલી કરાવવાની ખાર રાખી ચાર શખ્સે હુમલો કરી ગડદા-પાટુનો માર મારી મારુતિ કાર વડે મંચુરિયનની લારી આગળ પડેલ ટેબલ ખુરશી અને લારીને ટક્કર મારી ફરાર થઈ જતા સાઠંબામાં ભારે ચકચાર મચી હતી વેપારીઓ અને લોકોમાં સાઠંબામાં છાશવારે દંગલ મચાવતા અસામાજિક તત્ત્વો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની હતી મંચુરિયન લારી વાળા પર હુમલા અંગેના સમાચાર સોશ્યલ મીડિયામાં પ્રસારિત થતા સાઠંબા પોલીસ હરકતમાં આવી મંચુરિયન લારી પર હુમલો કરનાર ચાર આરોપીઓ સામે ગુન્હો નોંધી ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીને દબોચી લઇ અન્ય ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
સાઠંબા બસ સ્ટેન્ડ પર આવેલ મંચુરિયનની રેકડીના માલિક અને કારીગર પર ચાર લુખ્ખાતત્વોએ હુમલો કરતા ઘટનાની ગંભીરતા સમજી DYSP ડી.પી.વાઘેલા સાઠંબા દોડી આવ્યા હતા સાઠંબા પોલીસે મંચુરિયન રેકડીનાં માલિક પર હુમલો કરનાર આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ હાથધરી ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા સાઠંબાના વેપારી મંડળે ડીવાયએસપી ડી.પી.વાઘેલા અને પોલીસ સ્ટેશનના પીએસઆઈ સ્વામી સાઠંબા ગામ અને આજુબાજુના પંથકમાં વારંવાર આતંક મચાવનાર અસામાજીક તત્ત્વો અને દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી