શહેરા
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા પંચમહાલ જીદાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓએ વણશોધાયેલા મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સારૂ સુચનાઓ આપેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ સાહેબ નાઓએ વણશોધાયેલા મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેકટ કરવા ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી ગુન્હાઓ ઉકેલવા જરૂરી સૂચન અને માર્ગદર્શન પુરૂ પાડયુ હતૂ.
જે અન્વયે શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે એવી ચોક્કમ બાતમી હકિકત મળેલ કે, શહેરા તાલુકાના ખરોલી ગામના વચલા ફળીયામા રહેતો કલ્પેશભાઈ ઉદાભાઈ પરમાર નાઓની પાસે શંકાસ્પદ મોટર સાયકલ છે. જેથી પોલીસ ઇન્સ્પેક્ટરથી નાઓએ પોલીસ મથકના પો.સ.ઈ.એસ.એલ.ચેવાળે તેમજ સર્વેલન્સ ટીમના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂ પાડી સદર બાતમી સબંધે કાયદેસર કરવા સુચના આપેલ. જેથી પો.સ.ઈ. એસ.એલ.જેવાળે તેમજ પોલીસ મથકના સર્વેલન્સ રટાફના માણસોએ કલ્પેશકુમાર ઉર્ફે ભયલી ઉદાભાઈ પરમાર ઉપ.૨૭ રહે. ખરોલી વચલું ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ નાઓને એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ મોટર સાયકલ સાથે પકડી પાડેલા અને નંબર પ્લેટ વગરની મોટર સાયકલના ચેસીસ તથા એન્જીન નંબરની ગુજરાત સરકાર ઈ-ગુજકોપ મોબાઈલ પોકેટ કોપમાં તપાસ કરી પકડાયેલા ઇસમની સઘન પુછપરછ કરતાં તેણે પોતાના અન્ય મિત્રો સાથે મળીને અલગ-અલગ જગ્યા એ થી અન્ય બીજી મોટર સાયકલો ચોરી લાવી પોતાના તેમજ મિત્રોના ઘેરે મોટર સાયકલો છુપાવી રાખેલાની કબુલાત કરેલ. જે આધારે ટીમના માણસોએ નીચે મુજબનો ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી તેની સાથેના સહ-આરોપીઓને પકડી તમામ વિરુદ્ધ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.