asd
19 C
Ahmedabad
Wednesday, December 11, 2024

ખળભળાટ : અરવલ્લી-સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસ 4 બાળકોને ભરખી ગયો, મોટા-કંથારિયાના બે બાળકોના ચાંદીપુરમથી મોત..!!


આરોગ્ય તંત્ર દોડતું થયું,શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ ગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય તંત્રએ સર્વેની કામગીરી હાથધરી,કોરોના હાહાકાર પછી ચાંદીપુરમ વાયરસથી લોકોમાં ડરનો માહોલ,કોરોનામાં સલામત રહેલ બાળકોમાં ચાંદીપુરમ વાયરસ પ્રાણઘાતક સાબિત થઈ શકે છે ગ્રામ્ય વિસ્તારોમાં છાણના લીંપણવાળા ઘરોમાં માખીનો રોગ ફેલાવો કરે છે

Advertisement

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરમ વાયરસથી ચાર બાળકોનો મોત નિપજતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચ્યો છે આરોગ્ય તંત્ર દ્વારા અસરગ્રસ્ત બાળકોના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી 4 બાળકો મોત ને ભેટ્યા છે જેમ અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ગામના બે,સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકા દીથલી ગામના એક બાળક અને રાજસ્થાનથી સારવાર લેવા માટે આવેલ એક બાળકનો સમાવેશ થાય છે બંને જીલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે અરવલ્લી જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મોટા કંથારીયા ગામમાં ટીમો ઉતારી દઈ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે ધનસુરા અને મેઘરજ પંથકમાં પણ શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના એક-એક દર્દી હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી

Advertisement

ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ વધુ એક જીવલેણ વાયરસે દેખા દેતા લોકોમાં દહેશત પેદા થઈ છે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી મોત નિપજ્યા છે એક સાથે ચાર બાળકોના શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી મોત નિપજતા ખળભળાટ મચ્યો છે આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર બાળકોને ચાંદીપુરમ વાયરસ ભરખી ગયો છે પણ હાલ તંત્ર કંઈ પણ બોલવા તૈયાર નથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક બાળ દર્દી સારવાર હેઠળ છે

Advertisement

અરવલ્લી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભિલોડા તાલુકાના મોટા કંથારીયા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ એક પાંચ વર્ષીય અને એક દોઢ વર્ષીય બાળકનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં દવાઓનો છંટકાવ કરવાની સાથે સર્વેની કામગીરી હાથધરી છે સમગ્ર પંથકમાં હાઇગ્રેડ તાવના લક્ષણ ધરાવતા દર્દીઓના સર્વેની કામગીરી હાથધરી છે

Advertisement

લીંપણની તિરાડમાંથી નીકળતી માંખી કરડવાથી ચાંદીપુરમ વાયરસનું સંક્રમણ અને તેના લક્ષણો વાંચો..!!

Advertisement

ચાંદીપુરમ વાયરસ માટીના લીંપણ ઘરાવતા ઘરમાં ફેલાવવાની સંભાવના વધુ રહેલી છે લીંપણની તિરાડમાં રહેતી માંખીથી ચાંદીપુરમ વાયરસ ફેલાતો હોવાથી માંખીનો ઉપદ્રવ વધુ હોય તેવા ઘરોમાં માંખી નો નાશ થાય તે માટે દવાનો છંટકાવ કરવાની સાથે લીંપણ ઉખેડી નાંખી તિરાડો પુરી દેવી જોઇએ આ વાયરસમાં બાળકોને બાળકોને તાવ વધુ આવે છે અને મગજનો સોજો આવતો હોવાનું તબીબે જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!