અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર અસામાજીક પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા 14 વર્ષથી નાસતા-ફરતાં રાજસ્થાની બુટલેગરને શામળાજી આશ્રમ નજીકથી ઝડપી લીધો હતો શામળાજી પોલીસે વધુ એક વાર બુટલેગરોનો વિદેશી દારૂ ઘુસાડવાનો કિમિયો નિષ્ફળ બનાવી ટ્રકમાં મહેંદીની આડમાં ઘુસાડતા 1.89 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક ડ્રાઈવર ખેપિયાને દબોચી લઇ 18.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશનમાં પેટ્રોલીંગ હાથધરી નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રીય કરતા શામળાજી પોલીસ સ્ટેશનમાં 14 વર્ષ અગાઉ નોંધાયેલ પ્રોહિબિશનના ગુન્હાનો આરોપી તખતસિંહ તુફાનસિંહ પરમાર (રહે,જવાસ,ખેરવાડા-રાજ) શામળાજી આશ્રમ ચોકડી નજીક ઉભો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ આશ્રમ ચોકડી પહોંચી તખતસિંહને કોર્ડન કરી દબોચી લેતા છેલ્લાં ચૌદ વર્ષથી પોલીસને હાથતાળી આપતા આરોપી ના મોતિયા મરી ગયા હતા
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે બુટલેગરોનો ગુજરાતમાં દારૂ ઠાલવવાનો કિમિયો નિષ્ફળ બનાવ્યો હતો રતનપુર ચેકપોસ્ટ નજીક બાતમીના આધારે ટ્રકમાં મહેંદીના બોક્સની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ-બિયર ટીન નંગ-1008 કિં.રૂ.189720 /-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક સરદારસિંહ પ્રતાપસિંહ પવાર (રહે,બિલિયાવાસ,રાજસમંદ-રાજ)ને ઝડપી પાડી પોલીસે વિદેશી દારૂ,મોબાઈલ,ટ્રક અને મહેંદી મળી કુલ રૂ.18.76 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી