અરવલ્લી સહિત મેગાસિટીમાં રાજસ્થાની શ્રમિકો મારફતે વિદેશી દારૂ ઠલવાઈ રહ્યો હોવાની ચર્ચા
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર જીલ્લાના માર્ગો પરથી થતી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સતત દોડાદોડી કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે નાના-મોટા વાહનો પછી બુટલેગરો પોલીસની આંખોમાં ધૂળ નાખવા મુસાફર રૂપમાં થેલાઓમાં વિદેશી દારૂની ખેપ મારી રહ્યા છે ધનસુરા પોલીસ દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી અટકાવવા સઘન પેટ્રોલીંગ હાથધરી ધનસુરાથી વડાગામ રોડ પર ચાર થેલાઓમાં વિદેશી દારૂની ખેપ મારી રહેલા રાજસ્થાની બુટલેગરને ઝડપી પાડી 31 હજારનો શરાબ જપ્ત કર્યો હતો બે ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
ધનસુરા PSI બી.બી.ડાભાણી અને તેમની ટીમે ધનસુરા નગરમાં પેટ્રોલીંગ હાથધરતા ધનસુરા થી વડાગામ જવાના રોડ પર એક શખ્સ ચાર થેલાઓ સાથે ઉભો રહ્યો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ સ્થળ પર પહોંચી કોર્ડન કરી થેલાની તલાસી લેતા થેલાઓમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-39 કિં.રૂ.31200/-નો જથ્થો જપ્ત કરી જીતેન્દ્ર બાલુ ડામોર (રહે,સલીયોટ,પાલિસોડા-રાજ)ને દબોચી લઇ વિદેશી દારૂ અને મોબાઈલ મળી કુલ.રૂ.36200/- નો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજેશ હાજારામ પાંડોર અને નાનુંરામ હાજારામ પાંડોર (બંને,રહે જગાબોર-રાજ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી