શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ ગ્રસ્ત 8 બાળકો માંથી 5 બાળ દર્દીના મોત થતાં જીવલેણ વાયરસનો મોતનો રેશિયો 65 % પહોંચ્યો, સ્વાઇફલું અને કોરાના કરતા વધુ ઘાતક સાબિત થતો નવો વાયરસ, કહેર મચાવતો વાયરસ ચાંદીપુરમ કે પછી અન્ય કોઇ નવો વાયરસ તે અંગે ચર્ચાનો દોર શરૂ, પૂના NIV માં સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે રિપોર્ટની રાહ જોતું આરોગ્ય તંત્ર
ચોમાસાની શરૂઆત સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે ત્યારે અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસે હાહાકાર મચાવ્યો છે અરવલ્લી જીલ્લાના ઢેકવા ગામ અને સાબરકાંઠા જીલ્લાના નાડા ગામના 3 વર્ષીય બાળકમાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ વાયરસના લક્ષણોના પગલે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સારવાર દરમિયાન મોત નિપજતા હાહાકાર મચ્યો છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસગ્રસ્ત 8 દર્દીઓ માંથી 5 દર્દીઓને ભરખી જતા ગ્રામ્ય વિસ્તારોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે આરોગ્ય તંત્ર ઉંધા માથે પછડાયું છે
સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના નાડા ગામનો 3 વર્ષીય અલ્પેશ મીરખાન ગમારને ચાંદીપુરમ વાયરસના લક્ષણો જોવા મળતાં રવિવારે બપોરે હિંમતનગર પીઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનો પર આભ તુટી પડયું હતું સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા નાડા ગામ સહિત સમગ્ર પંથકમાં સર્વેની કામગીરી હાથધરી દવાનો છંટકાવ કરવાની કામગીરીને તેજ બનાવી છે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામના 3 વર્ષીય પોપટ હરીશભાઈ કટારામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના લક્ષણો જોવા મળતાં શનિવારે રાત્રે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને સ્થિતિ નાજુક હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બે બાળકોને શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ ભરખી ગયો છે આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો છે સ્વાઈન ફલૂ અને કોરોના કરતા વધુ પ્રાણઘાતક સાબિત થઈ રહેલા શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી ગ્રામીણ વિસ્તારોમાં ભારે ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે ગામડાઓમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે