30 C
Gujarat
Saturday, August 29, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ધનસુરા પોલીસે રિક્ષની મેટીંગ નીચે સંતાડેલ બિલ વગરના મોંઘાદાટ 12...

અરવલ્લી : ધનસુરા પોલીસે રિક્ષની મેટીંગ નીચે સંતાડેલ બિલ વગરના મોંઘાદાટ 12 મોબાઈલ સાથે 2ને ઝડપ્યા

0

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ ધનસુરા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીએસઆઇ બી.બી.ડાભાણી અને તેમની ટીમે અસામાજીક પ્રવૃતિઓ અને ગેરકાયદેસર હેરાફરી અટકાવવા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ હાથધર્યું છે ધનસુરા પોલીસ સ્ટેશન નજીક CNG રીક્ષામાંથી મેટીંગ નીચે સંતાડેલ જુદી-જુદી બ્રાન્ડના બિલ વગરના 1.40 લાખના 12 સ્માર્ટફોન સાથે બે લબરમુછીયાને દબોચી લીધા હતા રિક્ષામાંથી મળેલ મોબાઇલ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

 

ધનસુરા પોલીસે પોલીસ સ્ટેશન આગળ મોડાસા-ધનસુરા હાઇવે પર વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા બાયડ તરફથી પૂરપાટ ઝડપે પસાર થતી રિક્ષા શંકાસ્પદ જણાતા અટકાવી રીક્ષાની તલાસી લેતા રિક્ષાના પાછળના ભાગે નીચે સંતાડેલ મોંઘાદાટ અલગ-અલગ કંપનીના મોબાઈલ નંગ-12 કિં.રૂ. 1.40ના પેકિંગ કરેલ મળી આવતા રિક્ષા ચાલક અર્જુન પૂનમ મારવાડી (હાલ રહે, ટાટા હાઉસીંગ ફ્લેટ, વડસર-ગાંધીનગર અને મૂળ રહે,બાયડ) અને તેની સાથે રહેલા સંજય ચુનીલ મારવાડી(રહે,બાયડ) પાસે મોબાઈલના બિલ કે આધાર પુરાવા માંગતા બંને ગલ્લાતલ્લા કરતા બંનેની અટકાયત કરી મોબાઈલ અને રિક્ષા મળી રૂ.2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!