શાળા પ્રવેશોત્સવના નામે હાલમાં જ ખુબ તાયફા થયા.પરંતુ આ તાયફા વચ્ચે આજે રાજ્યની અનેક પ્રાથમિક શાળાઓ જર્જરિત અને નોન યુઝ અવસ્થામાં હોવા છતાં યોગ્ય વ્યવસ્થાના અભાવે બાળકો ખુલ્લામાં કે પછી જર્જરિત શાળામાં માસૂમ બાળકો જીવના જોખમે ભણવા મજૂબૂર બન્યા છે શિક્ષકો પણ સરકાર સામે લાચારી અનુભવતા હોય તેમ જીવ હાથમાં લઇ બાળકોને અભ્યાસ કરાવતા રહ્યા છે
જય અમીન & અંકિત ચૌહાણ
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાની મેઢાસણ પ્રાથમિક શાળા નંબર-1 જર્જરિત હોવાથી વરસાદી પાણી છત પર ટપકતા ઓરડાઓમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પાણીમાં અભ્યાસ કરવા મજબૂર બનતા જાગૃત યુવકે વીડિયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી સરકાર અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો
મેઢાસણ પ્રાથમિક શાળા નંબર-1 શાળા સાવ જજૅરીત હાલતમાં હોવાથી બાળકો આવી ભયજનક શાળામાં ભણી રહયા છે. પ્રાથમિક શાળાના કુલ 11 ઓરડા ધરાવતી શાળા છે.જજૅરીત ઓરડામાં 150 બાળકો શિક્ષણ મેળવી રહયા છે. ત્રણ વર્ષ પહેલા તા. 20.7.2022 ને રોજ શાળા ને નોનયુઝ પરીપત્ર પણ આપવામાં આવ્યો છે. નોનયુઝ માટે તાલુકા પંચયાત તથા માર્ગ અને મકાન વિભાગ ને પણ ૨૦૨૨ થી જજૅરીત હાલતની ખબર પણ છે.પ્રાથમિક શાળા તથાએસ.એમ.સી કમીટી ધ્વારા વારંવાર નવીન શાળા ના બાંધકામ માટે રજૂઆત કરવા છતા અધિકારીઓ આખ આડા કાન કરી કોઇ ગંભીરતા દાખવી નથી. સોમવારે મેઢાસણ વિસ્તારમા ભારે વરસાદ વરસતા છત પરના જજૅરીત નળીયા તેમજ લીકેજ ધાબા પરથી પાણી ઓરડા ઓમાં ભરાઇ ગયા હતા.ગામના નાગરિકે ચાલુ વરસાદે વિડીયો બનાવી શાળા ની તથા ભાવિ બાળકો ની દુદૅશા દશૉવી હતી.
અરવલ્લી શિક્ષણ વિભાગ દ્વારા બાળકો ને જજૅરીત શાળા એથી સ્થળાતર કરી નવીન શાળા ના બને ત્યા સુધી હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઉઠી હતી.તારીખ 7.12.2022 બુધવાર ના રોજ શિક્ષણ વિભાગ સાબરકાંઠા ધ્વારા શાળા નુ ઇન્સપેકશન કરવામાં આવ્યુ હતુ તેમા પણ ઓરડા ઓની જજૅરીત હાલતની નોધ કરવામા આવી હતી.છતા આજદિન સુધી બાળકો ની કોઈ એ કેમ ચિંતા ના કરી એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.