મોડાસાની ગોવર્ધન ટાઉનશીપ થી પારસ સોસાયટીના રોડ પર પડેલા ભુવાનું પૂરણ કરવામાં આવેની રહીશોની માંગ, તંત્ર કોઇ મોટી દુર્ઘટનાની રાહ તો નથી જોઈ રહ્યું ને..!! બાયડ નજીક આગ પર કાબૂ મેળવવા નીકળેલ ફાયર ફાયટર ભુવામાં ઉતરી પડતા અફડાતફડી,ફાયર કર્મીઓ લાચાર,ભૂગર્ભ ગટર યોજનામાં કોન્ટ્રકટરની બેદરકારીનો લોકો ભોગ બન્યા
મોડાસા શહેરમાં રવિવારે મોડી રાત્રીએ બે કલાકમાં સાંબેલાધાર વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા શહેરના માર્ગો ભૂગર્ભ ગટર યોજના હેઠળ સમગ્ર રોડ ખોદી નાખ્યા બાદ યોગ્ય પૂરણ નહીં થતાં ઠેર ઠેર ભૂવા પડતાં શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યો છે ડીપી રોડ પર ગણપતિ મંદિર ગોવર્ધન ટાઉનશીપ થી પારસ સોસાયટી રોડ પર પડેલા ભુવામાં ફાયર ફાયટર ઉતરી પડતાં ભારે અફડાતફડી મચી હતી બાયડ નજીક આગ પર કાબૂ મેળવવા નીકળેલ ફાયર ફાયટર ફસાતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો ભુવાનું યુદ્ધના ધોરણે પુરાણકામ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે
મોડાસા શહેરમાં ગાંધીનગર જીયુડીસી વિભાગના સીધા નિયંત્રણ હેઠળ છેલ્લા ચાર વર્ષથી કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાનું કામ મંથરગતિએ ચાલી રહ્યું છે ભૂગર્ભ ગટર યોજનામાં કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર રોડ ખોદી નાંખ્યા બાદ યોગ્ય રીતે પૂરણકામ નહીં કરતા રવિવારે રાત્રે ખાબકેલ વરસાદમાં ઠેર ઠેર ભુવા પડતા અનેક રાહદારીઓ અને વાહનચાલકો ભુવામાં ખાબક્યા હતા ડીપી રોડથી ગોવર્ધન ટાઉનશીપ નજીક પડેલા ભુવામાં ખાનગી સ્કૂલની બસ ખાબક્યા બાદ ભુવાનું સમારકામ કરવામાં બેદરકારી દાખવતા સોમવારે રાત્રે વારીગૃહમાં રહેલ ફાયર ફાયટર બાયડ આગ બુઝાવવા નિકળતા નજીક પડેલ ભુવામાં ખાબકતા હોહા મચી ગઈ હતી કર્મીઓએ ફાયર ફાયટર મશીનને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી જોકે ફાયર ફાયટર નહીં નીકળતા લાચારી અનુભવી હતી