અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં 3.5 ઇંચ વરસાદમાં નગરપાલિકાનો પ્રી મોન્સુન પ્લાનની પોલ ખુલી ગઈ હતી માલપુર રોડ પર લગાવેલ હાઇમસ્ટ પોલનું યોગ્ય સમરકામના અભાવે વીજપોલમાંથી વીજકરંટ જમીનમાં ઉતરતા નજીકમાંથી પસાર થતી બે ગાયને વીજ કરંટ લાગતા જમીન પરપટકાયી તરફડીયા મારી મોત નિપજતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા વીજતંત્રને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરી દીધો હતો વીજતંત્ર અને નગરપાલિકા વીજકર્મીઓ સ્થળ પર પહોંચી હાઇમસ્ટ પોલનું સમારકામ હાથધરી વીજફોલ્ટ દૂર કર્યો હતો સદનસીબે મોટી દુર્ઘટના ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો
મોડાસાના માલપુર રોડ પર આવેલા સાંઈ મંદિર નજીક નગરપાલિકાએ લગાવેલ હાઇમસ્ટ પોલમાંથી વીજકરંટ જમીનમાં ઉતરતા નજીકથી પસારથતી બે ગાય વીજકરંટ થી ખેંચાઈ જમીનપર પટકાયી તરફડીયા મારી બંને ગાયના મોત નિપજતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા વીજકરંટ થી ગાયનું મોત નિપજતા લોકોમાં નગરપાલિકા વીજ વિભાગની બેદરકારી સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો આ ઘટનાની જાણ વીજતંત્રને કરાતા વીજપુરવઠો બંધ કરી સમારકામ હાથધરવામાં આવ્યું હતું.જીવદયા પ્રેમીઓમાં ગાય ના મોત થી લાગણી દુભાઇ હતી ફૂટપાથ પરથી પસાર થતાં લોકોને વીજકરંટ લાગ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાતા ગાયોના લીધે સહેજ માટે રહી ગઈ હતી