33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ મહિલા વ્યાજખોરનો આતંક : ઓઢા કસાણાના શ્રમિકને 3.80 લાખના 10 %...

મહિલા વ્યાજખોરનો આતંક : ઓઢા કસાણાના શ્રમિકને 3.80 લાખના 10 % લેખે 7.50 લાખ પરત આપ્યા છતાં બીજાના નામે ખોટો કેસ કર્યો

0
151

વ્યાજખોર મહિલાએ શ્રમિક આપેલ કોરા ચેકમાં 7 લાખનો ચેક  શીણાવાડના જયેશ કાંતી પટેલના નામે બેંકમાં નાખી નોટિસ ફટકારી

 

અરવલ્લી જીલ્લામાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે જીલ્લા પોલીસતંત્રએ લોક દરબાર યોજી વ્યાજંકવાદનો ભોગ બનેલા લોકોને ઉંચા દરે નાણાં ધીરી ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા શખ્સો સામે ફરિયાદ નોંધાવવા આહવાન કરી વ્યાજંકવાદીઓ સામે ઝુંબેશ ચલાવી હતી તેમ છતાં વ્યાજખોરો બેફામ બન્યા છે 

મોડાસા શહેરની પંચજ્યોત સોસાયટીમાં રહેતી વ્યાજખોર મહિલાએ ઓઢા કસાણાના અને જય આદ્યશક્તિ મંડળની દુકાનમાં શ્રમિક તરીકે નોકરી કરતા શખ્સે ઘરમાં રીપેરીંગ માટે 80 હજાર રૂપિયા દસ ટકે વ્યાજે લીધા પછી પારિવારિક પ્રસંગો પાત વધુ 3 લાખ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા જેની સામે દસ ટકા વ્યાજ પ્રમાણે 7.50 લાખ ખંખેરી લીધા પછી વધુ 7 લાખની માંગણી કરી બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી શ્રમિકે આપેલ ચેક અન્ય નામે ભરી ચેક રીટર્નનો કેસ કરતા આખરે શ્રમિકે મહિલા વ્યાજંકવાદી સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

મોડાસા શહેરની પંચજ્યોત સોસાયટીમાં રહેતી હસુમતી ઉર્ફે હર્ષદકુમારી પુણ્યરાજસિંહ પરમાર નામની મહિલા મેઘરજના કસાણા પંથકમાં લોકોને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાં આપતી હોવાથી ઓઢા કસાણામાં રહેતા ખેમાભાઇ રણછોડભાઈ મકવાણાએ 3 વર્ષ અગાઉ હર્ષદકુમારીના સંપર્કમાં આવ્યા હતા તેની પાસેથી સૌપ્રથમ 80 હજાર રૂપિયા દસ ટકા વ્યાજે લઇ ચૂકવી દીધા હતા તેમણે 3 લાખ ટુકડે ટુકડે આપ્યા હતા અને 80 હજારની લોન કરી આપી હોવાનું જણાવી ચેક અને ડોક્યુમેન્ટ પર સહી કરાવી લીધી હતી શ્રમિકે 3.80 લાખની સામે 7.50 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા છતાં ગેરંટી તરીકે આપેલ ચેક શીણાવાડ ગામના જયેશ કાંતી પટેલના નામે 7 લાખ રકમ ભરી ચેક રીટર્ન કેસ કરતા અને શ્રમિકને બિભસ્ત ગાળો બોલવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા શ્રમિક અને તેનો પરિવાર ફફડી ઉઠ્યો હતો અને આખરે વ્યાજના વિષચક્રમાં ફસાયેલ પશુપાલકે મોડાસા ટાઉન પોલીસનો સહારો લીધો હતો

                                                મોડાસા ટાઉન પોલીસે ઓઢા કસાણા ગામના ખેમાભાઇ રણછોડભાઈ મકવાણાની ફરિયાદના આધારે હસુમતી ઉર્ફે હર્ષદકુમારી પુણ્યરાજસિંહ  પરમાર (રહે,પંચજ્યોત સોસાયટી ,મોડાસા) અને જયેશ કાંતી પટેલ (રહે,શીણાવાડ) સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!