20 C
Ahmedabad
Monday, March 17, 2025

ગોધરા : ડેડીયાપાડા MLA ચૈતર વસાવાએ એકલવ્ય મોડેલ શાળામાં બિન ગુજરાતી શિક્ષકોની ભરતી મામલે સરકાર સામે સવાલો ઉઠાવ્યા 


ગોધરા

Advertisement

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ડેડિયા પાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરવસાવાએ સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી તેમને આદિવાસી વિસ્તારમાં ચાલતી એકલવ્ય મોડેલ શાળાની મુલાકાત લીધી હોવાનુ જણાવ્યુ હતુ. આ શાળામા અન્ય રાજ્યોના હિન્દી ભાષી શિક્ષકોની ભરતી અંગે તેમના દ્વારા વિરોધ દર્શાવીને સ્થાનિક શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી. સાથે આવનારા સમયમા સ્થાનિક સ્વરાજની ચુટણીઓમા તમામ બેઠકો પર લડશે તેમ જણાવ્યુ હતુ.

Advertisement

 

Advertisement

ગુજરાત આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના કાર્યકારી પ્રમુખ તથા દેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ તથા કાર્યકરો સાથે સંગઠનલક્ષી ચર્ચા તથા આવનારી તાલુકા જિલ્લા પંચાયત તથા નગરપાલિકા ની ચૂંટણી અંગેની પણ બેઠકો યોજી હતી.સરકીટ હાઉસ ખાતે યોજેલી પત્રકાર પરિષદ ખાતે જણાવ્યુ હતુ

Advertisement

એકલવ્ય શાળામા ભરતી થયેલા શિક્ષકોને ગુજરાતી નથી આવડતુ,બાળકોને ભણવુ છે પણ શિક્ષકો નથી – ચૈતર વસાવા

Advertisement

અમે આદિવાસી વિસ્તારની 47 જેટલી એકલવ્ય શાળાની મુલાકાત લીધી છે. તેમા ગંભીર બેદરકારી ધ્યાનમા આવી છે.એકલવ્ય મોડેલ શાળામા જે શિક્ષક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરી છે ,તે શિક્ષકોની અમે મુલાકાત લીધી ત્યારે તેઓને ગુજરાતી વાંચતા લખતા,બોલતા કે સમજતા નથી. ગુજરાતી મિડીયમ ની આ શાળામા બહારના રાજ્યના શિક્ષકમિત્રો આવ્યા છે.તેઓ અમારા બાળકોને કઈ રીતે ગુજરાતી ભણાવશે તેવા સવાલો ઉભા કર્યા હતા. ગુજરાત સરકારે આ મામલે ગંભીરતાથી વિચારવુ જોઈએ. બહાર રાજ્યના શિક્ષકો કઈ રીતે ન્યાય આપી શકશે. શિક્ષણ જગતની આ ગંભીર બાબત છે આ મામલે અમે પત્ર પણ લખ્યો છે. જે સ્ટાફ બહારના રાજયનો સ્ટાફ ભરતી કર્યો છે. તેમના જગ્યાએ ટેટ –ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરવામા આવે.તેમને વધુમા ગુજરાતની શાળાઓમા ઓરડાઓ અંગે પણ સવાલ કર્યા હતા. ઘણી જગ્યાઓ પર શિક્ષકો નથી હોવાનો આક્ષેપ કર્યો હતો.સરસ્વતી યોજનાની સાયકલો આજે પણ જીલ્લાઓમાં પડી રહી છે.

Advertisement

મનરેગા યોજના અને આવાસ યોજનામા ભષ્ટ્રાચાર થતો હોવાનો આક્ષેપ

Advertisement

મનરેગા યોજનામા પણ ગેરરીતી થાય છે.તમામ જીલ્લાઓ મા મટીરીયલ પુરુ પાડવાના નામ બાહરની એજન્સીઓ આવી છે.કોઈ પણ જગ્યાએ સિમેન્ટ સળિયા નાખ્યા વગર કરોડો રુપિયાના બીલો ચુકવાઈ ગયા છે. આ વરસે જ રોડો બન્યા છે. પહેલા વરસાદમા ભુવા અને ખાડા પડ્યા છે.આ વિસ્તારની સરકારી કચેરીઓમા જાતિના દાખલા માટે લોકોની લાઈનો પડેલી છે. તાલુકા પંચાયતમા આવાસની કામગીરી માટે પણ નાણા ચુકવા પડે છે. આ રીતે ભષ્ટ્રાચાર અટકાવામા સરકાર સંદતર નિષ્ફળ ગઈ હોઈ એવુ લાગે છે. આવી તમામ બાબતો લઈને સીએમ ને આવેદનપત્ર આપશે. આ મામલે નિરાકરણ લઈ આવેતો ગાંધી ચીધ્યા માટે લડત લડશે. વધુમા આવનારા સમયમા સ્થાનિક સ્વરાજની ચુટણીને લઈને જણાવ્યુ હતુ કે સ્થાનિક સ્વરાજની ચુટણી આવાની છે તેમા ઈન્ડીયા ગંઠબંધન થશે તો સાથે લઈને લડીશુ જો નહી થાય તો સ્વતંત્ર રીતે તમામ બેઠકો પર લડીશુ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!