પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે સાંસદ શોભનાબેન બારૈયા હિંમતનગર ધારસભ્ય વી.ડી.ઝાલા રહ્યા હાજર,ચાંદીપુરમ વાયરસને પગલે સિવિલ હોસ્પિટલી કામગીરી અંગે સમીક્ષા કરી
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરમ વાયરસે હાહાકાર મચાવ્યો છે સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમ કેસના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે ચાંદીપુરમ અને શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસમાં 6 બાળકો મોતને ભેટ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય તંત્ર ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સમગ્ર રાજ્યમાં બિલ્લીપગે પ્રસરતા ચાંદીપુરમ વાયરસથી ગ્રામ્ય વિસ્તારોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે
સાબરકાંઠા જીલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુત શુક્રવારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સાંસદ શોભનાબેન બારૈયા અને સ્થાનિક ધારસભ્ય વી.ડી.ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સાથે મુલકાત લીધી હતી અને સમગ્ર સ્થિતિ અંગે માહિતી લઇ શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસગ્રસ્ત બાળ દર્દીઓની મુલાકાત લઇ પરિવારજનોને શાંતવના આપી હતી પ્રભારી મંત્રી સાથે જીલ્લા કલેક્ટર નૈમેષ દવે,જીલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાએ ચંદીપુરમ વાયરસ અંગે અને તેને અટકાવવા કરેલી કામગીરીથી અવગત કર્યા હતા