asd
14 C
Ahmedabad
Monday, December 9, 2024

અરવલ્લી : ભિલોડા તાલુકાના ટોરડા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં અષાઢી તોલાઈ, એકંદરે વર્ષ સારૂ રહેશે


ભિલોડા તાલુકાના ટોરડા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં અષાઢી તોલાઈ -:- એકંદરે વર્ષ સારૂ રહેશે, પાછોતરો વરસાદ થશે, પશુ-પંખી અને મનુષ્ય જાતિમાં રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ…

Advertisement

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની પવિત્ર પાવન જન્મ ભુમી અને શ્રી સ્વામીનારાયણ મંદિર, શ્રી ગોપાળલાલજી હરિકૃષ્ણ મહારાજ, સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના પાવન સાંનિધ્યમાં ટોરડા સ્વામીનારાયણ મંદિર, મહંત સ્વામી કૃષ્ણપ્રસાદ દાસજી, સર્વે મંડળ, ટોરડાધામ સહિત આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો, હરી-ભકતો અને નોકરીયાત વર્ગની હાજરીમાં અષાઢી તોલાઈ હતી.અષાઢી વર્તારો સાંભળવા માટે હરિ-ભકતો તત્પર હતા.એકંદરે વર્ષ સારૂ રહેશે, પાછોતરો વરસાદ થશે તેવો વર્તારો જોવા મળતા ખેડૂતો, પશુ-પાલકો સહિત વેપારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

Advertisement

વર્ષોથી ચાલી આવતી આ ઐતિહાસિક પરંપરા મુજબ અષાઢી પુર્ણીમાની રાત્રે ૧૧:૦૦ કલાકે ૧૧ પ્રકારના ધાન્ય પાકોને ૫-૫ ગ્રામ તોલીને ભગવાનના વસ્ત્રોમાં બાંધીને એક માટલીની અંદર મુકીને માટલીને ઉપરથી માતાજીની સાડીથી મોઢું બાંધી દેવામાં આવે છે પછી તેને ભગવાનની સમક્ષ મુકવામાં આવે છે.બીજા દિવસે સવારે અષાઢ વદ એકમના રોજ ફરીથી તે ધાન્યોની તોલ કરવામાં આવે છે જે ધાન્યની વધઘટ થઈ હોય તેને બાજરીના કણથી વધઘટ કરવામાં આવે છે.જે પાક વધારે પાકવાનો હોય તે વધે છે અને જે પાક ઓછો પાકવાનો હોય તે પાક ધટે છે.

Advertisement

ટોરડા અષાઢીના વર્તારા મુજબ :- નીચે મુજબ વધઘટ છે.
૧. ઘઉં :- બાજરીના ૧૦ કણ વધારે 
૨. મકાઈ :- બાજરીના ૧૨ કણ વધારે
૩. ડાંગર :- બરાબર 
૪. કપાસ :- બાજરીના ૬ કણ વધારે 
૫. બાજરી :- બરાબર 
૬. ચણા :- બરાબર 
૭. મગ :- બાજરીના ૩ કણ વધારે 
૮. અડદ :- બાજરીના ૭ કણ વધારે 
૯. રસકસ :- બાજરીના ૨૯ કણ ઓછા
૧૦. કાળી માટી :- ૩ કણ ઓછા (પશુ-પક્ષી)
૧૧. લાલ માટી :- ૭ કણ ઓછા (મનુષ્ય) માનવજાતિ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!