37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી LCB ની ટીમે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો, મોડાસા ગ્રામ્ય...

અરવલ્લી LCB ની ટીમે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો, મોડાસા ગ્રામ્ય પોલિસની કામગીરી પર સવાલો, બુટલેગર ફરાર

0
103

અરવલ્લી જિલ્લા LCB ની ટીમે વિદેશી દારૂ પકડવામાં સફળતા મળી છે. અરવલ્લી જિલ્લામાં વર્ષે દહાડે કરોડોનો દારૂ પકડાય છે, તેના કરતા વધારે દારૂ પસાર થતો હોય તેમાં કોઈ બે મત નથી. મોડાસા ગ્રામ્ય પોલિસની નાક નીચે LCB ની ટીમે વિદેશી દારૂની હેરાફેરી નો પર્દાફાશ કરતા ગ્રામ્ય પોલિસની કામગીરી સવાલોમાં આવી ગઈ છે.

LCB ની ટીમ મોડાસા રૂરલ પોલિસ સ્ટેશન વિસ્તારના વાંટડા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ બીયર મળી કુલ નંગ-૨૭૦ કિ.રૂ.૭૦,૪૪૦/-તથા સ્વીફટ ડીઝાયર ગાડીની કિ રૂ.૪,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૪,૭૦,૪૪૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે.
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાંટડા ટોલપ્લાઝાથી થોડેક આગળ વાહન ચેકીંગ માં હતા, તે સમય દરમ્યાન એક મારૂતી સ્વીફ્ટ ડીઝાયર ગાડી આવતાં તેને ઉભી રાખવા ઇશારો કરતાં કર્યો હતો, જોકે ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી રાખી નહીં. પોલિસે ગાડીનો પીછો કરતાં ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે ચલાવી ટોલટેક્ષથી થોડેક દુર સર્વિસ રોડથી નીચે ઉતારી ગાડી મુકી હતી, જોકે ચાલક તેમજ બીજો એક ઇસમ અંધારાનો લાભ લઈ પોલિસને ચકમો આપીને ભાગી છૂટ્યા હતા. મોટાભાગના કિસ્સાઓમાં બનતી ઘટના એટલે કે બુટલેગરો ફરીથી અંધારાનો લાભ લઇને છૂ થઈ ગયા હતી. પોલિસે ગાડી નંબર RJ06CB1271 નો દરવાજા તેમજ ડીકી ખોલી જોતાં ભારતીય બનાવટના વિદેશ દારૂની તેમજ બિયરની પેટીઓ ભરેલ હતી. પોલિસે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ / ટીન કુલ-૨૭૦ કિ.રૂ.૭૦,૪૪૦/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ જે પ્રોહીમુદામાલ તથા સ્વીફ્ટ ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/-મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૪, ૭૦, ૪૪૦/-નો મુદામાલ તપાસ અર્થે કબજે કર્યો હતો. પોલિસે ભાગી છૂટેલા ગાડી ચાલક સામે ગુનો નોંધી આંશિક રાહત મેળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!