અરવલ્લી જિલ્લામાં ઘણા વર્ષોથી રેલવેની કામગીરી ગોકળગધીએ ચાલી રહી હતી ત્યારે ઘણા સમયથી લોકોની માંગ હતી કે મોડાસા કપડવંજ રેલ્વે લાઈનને મોડાસા થી શામળાજી જોડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હાલ જે કામગીરી ચાલી રહી છે જેને કારણે કેટલીક અડચણો પણ આવતી હોય છે ઝડપથી કામગીરી પૂર્ણ થાય તે અંગે અરવલ્લી જિલ્લાએ કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરી છે
સાબરકાંઠા – અરવલ્લી જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા હાલ ચોમાસું સત્ર માટે દિલ્લી ખાતે છે, ત્યારે તેમણે બંન્ને જિલ્લામાં રેલવે લાઈનના અલગ-અલગ મુદ્દે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે રૂબરૂ મુલાકાત કરી સાસંદ શોભનાબેન બારૈયા એ હિંમતનગર – ખેડબ્રહ્મા તેમજ મોડાસા – શામળાજી નવીન લાઇન ની કામગીરી ઝડપી પૂર્ણ થાય તે માટે લેખિતમાં રજુઆત કરી છે. આ સાથે જ ખેડબ્રહ્મા થી હડાદ નવીન રેલવે ટ્રેક નો સર્વે કરી સત્વરે થી મંજુર થાય, સાથે જ હિંમતનગર – શામળાજી વચ્ચે બાકી રહેલા ઇલેક્ટ્રિફિકેશન ની કામગીરી સમયસર પૂર્ણ થાય અને મુંબઈ તેમજ દિલ્હી ની મુસાફરી માટે સાબરકાંઠા – અરવલ્લી જિલ્લાના નાગરિકો ને માટે નવીન ટ્રેનો સત્વરે મળે તે માટે મળી ચર્ચા કરી હતી.
મોડાસા થી શામળાજી રેલવે લાઈનની કામગીરી ઝડપી પૂર્ણ થાય તે જિલ્લાની જનતાને દિલ્હી – મુંબઈ જવા માટે સગવડ ઊભી થઈ શકે છે.