32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લીઃ સાઠંબાનો વિકાસપથ કે ખાડાપથઃઠેરઠેર ખાડા અને ડસ્ટના થપેડા કાદવ કીચડથી ભરેલો...

અરવલ્લીઃ સાઠંબાનો વિકાસપથ કે ખાડાપથઃઠેરઠેર ખાડા અને ડસ્ટના થપેડા કાદવ કીચડથી ભરેલો માર્ગ

0
111

બાયડ તાલુકાના સાઠંબા ગામે બનાવેલો વિકાસપથ આજે ખાડાપથ બની ગયો છે.
તાજેતરમાં જ આ માર્ગમાં રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ જાણે વેઠ ઉતારી હોય એમ છેક હાઈસ્કૂલથી સહકારી જીન સુધી ખાડા જ ખાડા થઈ ગયા છે સતત વાહન વ્યવહારથી ધમધમતો આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો તોબા પોકારી ઊઠયા છે.
સાઠંબાના વિકાસ પથ પર ચાર ચાર ફૂટ મોટા ખાડા પડી ગયા છે અને હાલ વરસાદી સીઝન હોવાથી આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે જેનાથી કાદવ કીચડથી ખદબદી ઊઠે છે..
!!!
અજાણ્યા વાહન ચાલકો પાણી ભરાયેલા ખાડાઓને સરખો રસ્તો સમજી ખાડાઓમાં પડી પસાર થવા મજબૂર થઈ ગયા છે..!!
અહીં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રીપેરીંગના નામે માત્ર તાયફા કરી ખર્ચો જ ઉધારવામાં આવતો હોય તેમ જણાઈ રહ્યું છે..
લાગી રહ્યું છે કે માર્ગ અને મકાન વિભાગ આ ખાડાઓના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યો છે…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!