વિજતંત્રની ઘોર બેદરકારી આવી સામેઃઘર ઉપરથી પસાર થતી વિજલાઈન સરખી કરવા વારંવાર રજુઆત કરવામાં આવી હોવાનું ગામલોકોએ જણાવ્યું
બાયડ તાલુકાના દખણેશ્વર ગામે રહેતા 25 વર્ષીય યુવાન ઘર ઉપરથી પસાર થતા વિજતારને અડકી જતાં મોત નિપજ્યાનો મામલો સામે આવ્યો છે
દખણેશ્વર ગામે રહેતા રાવળ દિપકભાઇ કાળાભાઈ કોઈ કામ માટે ઘર પર ચડ્યા હતા તે સમયે ઘર ઉપરથી જ પસાર થતા વિજતારને અડકી જતાં વિજતારને ચોંટી જઈ મોતને ભેટયા હતા.
ઘરના મોભ સમાન આશાસ્પદ યુવાનનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો હતો
દખણેશ્વર ગામના લોકોનો વિજતંત્ર સામે આક્રોશ ભભુકી ઉઠયો હતો. ગામલોકોએ જણાવ્યું હતું કે વારંવાર રજુઆતો કરવા છતાં પણ બાયડના વિજતંત્ર તરફથી યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.
ઘટનાની જાણ થતાં બાયડ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી