અરવલ્લી જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી ગેરકાયદે અલગ અલગ પ્રવૃત્તિઓ થતી હોય છે, જેને ડામવા માટે જિલ્લા પોલીસ તંત્ર સતત નજર રાખતી હોય છે. અરવલ્લી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ દ્વારા એન.ડી.પી.એસ.ના કેસ કરવાની મોટાભાગે કરવામાં આવતી હોય છે, જોકે આ વચ્ચે પોલીસે અરવલ્લી જિલ્લા માંથી પસાર થતો માદક પદાર્થનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે.
મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂ તેમજ અન્ય માદક પદાર્થોની હેરાફેરી થતી હોય છે ત્યારે આ વચ્ચે ગ્રામ્ય પોલિસની ટીમને મોટી સફળતા મળી હતી. મોડાસા ગ્રામ્ય પોલીસની ટીમે, બોડી ગામની સીમમાંથી, ક્રેટા કારમાં લઈ જવાતો પોશડોડાનો 254 કિલો, અને 372 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત 7 લાખ 63 હજાર થવા પામતી હતી.. પોલિસે કાર સહિત 17 લાખનો મુદ્દામાલને જપ્ત કરી, નાસી છૂટવામાં સફળ રહેલા અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.