શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા નગરના નાડા રોડ પર આવેલી એક અનાજની લે વેચ કરતી દુકાનમાં જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી.જેમાં તપાસ દરમિયાન ઘઉં અને ચોખાના કટ્ટાનો જથ્થો મળી આવ્યો હતો આ મામલે તુરત કાર્યવાહી કરતા દુકાનો સીલ કરી દેવામા આવી છે. રેડના પગલે અનાજની લેવેચ કરતા વેપારીઓમા પણ ફફડાટ વ્યાપી ગયો છે.
ગ્રામીણ વિસ્તારમાં રહેતા છેવાડાના માનવીને પેટભર અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો થકી વિવિધ યોજના હેઠળ વિનામુલ્યે તેમજ ઓછા પૈસામા અનાજ વિતરણ કરે છે. પણ આ અનાજ ખાનગી દુકાનોમા મળી આવાની વ્યાપક બુમો પાછલા કેટલા સમયથી ઉભી થઈ રહી હતી. જેના પગલે જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાએ આ રીતે ગેરરીતી કરતા તેમજ સરકારી અનાજ ખરીદનારાઓ સામે લાલ આંખ કરી છે. જીલ્લાના શહેરાનગરમા આ પ્રકારની બુમો પણ ઉઠી હતી જીલ્લા પુરવઠાની ટીમ ને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરા નગરમાં નાડા-બાયપાસ રોડ પર આવેલી દુકાનમા સરકારી અનાજનો જથ્થો છે. આથી ટીમ દ્વારા સાજને સમયે રેડ પાડવામા આવી હતી. જેમાં તપાસ કરતા જેટલા ઘઉં અને ફોર્ટીફાઈડ ચોખાનો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતા. આ મામલે વધુ દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરી 1,14,927 લાખનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.