અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા મથામણ કરી રહ્યું છે.દિવસે દિવસે વિદેશી દારૂની ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે.બાયડ પોલીસે ફાંટા ગામની સીમમાંથી ઇન્ડીગો માંજા ગાડીમાંથી ૩૪ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
બાયડ પીઆઇ કે.ડી.ડીંડોર અને પીએસઆઇ જે.કે.જેતાવત તેમની ટીમે સાથે નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે એક ટાટા કંપનીની ઇન્ડીગો માંજા ગાડી નંબર જીજે.૦૭.બીબી.૨૪૦૦ ચાલક મહેન્દ્રસિંહ ઉર્ફે અજમેલ ગુલાબસિંહ સોલંકી રહે.બળિયાદેવ તા.બાયડ દારૂ ભરી ભાનેજાના મુવાડા બાજુ થી દેરોલી તરફ પસાર થનાર છે જે બાતમી હકીકત આધારે દેરોલી ખાતે નાકાબંધી કરાવેલ અને બાતમી હકીકત વાળી ગાડી આવતા તેણે ઉભી રાખવાં માટે ઈશારો કરતા ગાડીનો ચાલક પોતાના કબ્જાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ગાડી પાછી વાળી લઈ પોતાની કબ્જાની ગાડી લઈને ભાગેલ અને પોલીસે ગાડીનો પીછો કરતા ગાડીનો ચાલક ફાંટા ગામની સમીમાં આવેલ રોડ ઉપર મૂકી અંધારનો લાભ લઇ ખેતરોમાં નાશી ગયેલ અને ગાડીની તલાસી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો ટીન નંગ-૨૦૬ કિ. રૂ.૩૪,૬૫૦/- નો મુદ્દામાલ તથા ઇન્ડીગો માંજા ગાડી ની કિંમત રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ.રૂ.૧,૮૪,૬૫૦/- નો મુદ્દામાલ મળી આવતા મહેન્દ્રસિંહ ઉર્ફે અજમેલ ગુલાબસિંહ સોલંકી રહે.બળિયાદેવ તા.બાયડ.જી.અરવલ્લી ફરાર બુટલેગર સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.