29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડામાં કંકુબા કન્યા છાત્રાલય પરીસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

અરવલ્લી : ભિલોડામાં કંકુબા કન્યા છાત્રાલય પરીસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

0
79

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે કાર્યરત માતૃશ્રી કંકુબા કન્યા છાત્રાલય પરીસરમાં ચોમાસાની સિઝન દરમિયાન વૃક્ષારોપણનો કાર્યક્રમ આનંદ ઉત્સાહભેર યોજાયો હતો.ભિલોડા – માંકરોડા વન વિભાગ, સ્ટાફ પરીવાર, લક્ષદિપ આયુર્વેદના સહયોગથી ડો. વિશાલદેવ સાહેબની પ્રેરણાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી પરાગ ભગોરા, બેટી બચાવો, બેટી પઢાવોના પ્રેરણામુર્તી, પ્રચારક એડવોકેટ દિલીપકુમાર સાહેબ, વન વિભાગના અજયભાઈ જોષીયારા, રાજેશભાઈ બામણીયા, રમેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.માતૃશ્રી કંકુબા છાત્રાલયની બાળાઓને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું અને વૃક્ષોનું જતન કરવું, પર્યાવરણનું જતન કરવા માટે સમજાવ્યું હતું.એડવોકેટ એચ.આર.બોક્ષર, ગીતાબેન, પ્રિયંકાબેન, ભગવતીબેન એ શ્રમદાન કરીને સહાયરૂપ બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!