20 C
Ahmedabad
Monday, March 17, 2025

Kedarnath yatra : ભૂસ્ખલનમાં ફસાયેલ અરવલ્લીના 8 સહિત ઉત્તર ગુજરાતના 16 યાત્રીઓનું હેલિકોપ્ટરમાં રેસ્ક્યુ


કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જીલ્લાના 8 સહિત ઉત્તર ગુજરાતના 16 યાત્રીઓ ઉત્તરાખંડમાં મોટી લિંચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડને કારણે ફસાઈ ગયા હતા યાત્રિકો કેદારનાથ નજીક લેન્ડ સ્લાઇડિંગમાં ફસાતા યાત્રીઓ સહિત પરિવારજનો ચિંતિત બન્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ થતાં ઉત્તરાખંડ સરકાર સાથે વાતચીત કરી તમામ યાત્રિકોને હેલિકોપ્ટરની મદદથી એર લિફ્ટ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા યાત્રિકો અને પરિવારજનોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement

કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ લિંચોલી અને ભીંબલીમાં પગપાળા માર્ગ પર ફસાયેલા 2000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમને બચાવવા માટે ચિનૂક અને MI-17 હેલિકોપ્ટર સહિત 7 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. જો કે હજુ 300 યાત્રાળુઓ ફસાયેલા છે. ગુજરાતના 17 યાત્રાળુઓ ભૂસ્ખલનમાં ફસાઈ ગયા હોવાની યાત્રાળુઓ અને પરિવારજનોએ ગુજરાત સરકારનો સંપર્ક કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડવા માટે ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી.નો સંપર્ક કર્યો હતો અને યાત્રાળુઓને રેસ્ક્યુ કરવા તજવીજ હાથધરી હતી વાતાવરણ સ્વચ્છ થતાં ઉત્તરાખંડ સરકારે હેલિકોપ્ટર દ્વારા અરવલ્લી જીલ્લાના 8 સહિત અન્ય યાત્રાળુઓને એરલિફ્ટ કરી ગણતરીના કલાકોમાં જ સહિ સલામત નીચે સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!