લુણાવાડા
મહિસાગર પોલીસ વિભાગમા ફરજ બજાવતા ત્રણ પીએસઆઈ કક્ષાના અધિકારીઓને પીઆઈ તરીકે પ્રમોશન મળતા પોલીસ અધિક્ષક કચેરી ખાતે પાઈપીંગ સેરેમની યોજાઈ હતી.
ગુજરાત પોલીસ વિભાગમા ફરજ બજાવતા 233 જેટલા પીએસઆઈ કક્ષાના અધિકારીઓને પીઆઈ તરીકે પ્રમોશન આપવામા આવ્યુ છે. મહિસાગર જીલ્લા પોલીસમા ફરજ બજાવતા ત્રણ પોલિસ અધિકારીઓને પણ પ્રમોશન મળ્યુ છે પોલીસ વિભાગમા ફરજ બજાવતા હિનાબેન રણછોડભાઈ વાઘેલા, શિવચરણ કિરીટભાઈ ચારેલ, દિલિપકુમાર વિશ્રામભાઈ ખરાડી ને પ્રમોશન મળ્યુ છે. પંચમહાલ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આ પોલીસ અધિકારીઓની પાઈપીંગ સેરેમની રાખવામા આવી હતી. અને તેમને શુભેચ્છાઓ પાઠવામા આવી હતી.પંચમહાલ જીલ્લા રેન્જ આઈજી આર.વી.અસારી તેમજ મહિસાગર જીલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.