ગોધરા
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પંચમહાલ રેન્જની મુલાકાતે આવ્યા છે. પંચમહાલ રેન્જમાં આવતા ત્રણ જીલ્લાઓ પંચમહાલ દાહોદ અને મહીસાગરના અફસરો સાથે બેઠક યોજીને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવામા આવી હતી.પંચમહાલ પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામા આવ્યુ હતુ.
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજે ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાય મુલાકાતે આવ્યા હતા. જેમનુ પંચમહાલ રેન્જ આઈજી આર.વી.અસારી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ. તેમને પંચમહાલ પોલીસના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને વિશેષ સ્વાગત કરવામા આવ્યુ હતુ. પંચમહાલ રેન્જમા મહિસાગર અને દાહોદ જીલ્લાનો પણ સમાવેશ થતો હોઈ તેમા આ બન્ને જિલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે આ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમને કાયદો અને વ્યવસ્થાની સમિક્ષા કરી હતી. સાથે સાથે તેમને ગોધરાના નાગરિકો સાથે પણ બેઠક યોજી હતી.