asd
27 C
Ahmedabad
Sunday, November 3, 2024

પંચમહાલ : ઘોઘંબાના સીમલીયા બારીયા ફળી ગામે LCBએ રેડ કરીને દારુની બોટલોનો અધધધ જથ્થો ઝડપ્યો


ઘોઘંબા,પંચમહાલ

Advertisement

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા બારીયાફળી ગામેથી લોકલક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે રેડ કરીને વિદેશી દારૂના કવાટરીયા નંગ- ૧૧પ૨ કિ.રૂ.૧,૧૫,૨૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પંચમહાલ ગોધરા રેન્જ, પોલીસ મહાનિરીક્ષક, આર.વી.અસારી નાઓએ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, જયદીપસિંહ જાડેજા નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપી હતી. તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઇ એલ.સી.બી. ગોધરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઈડો કરવા સુચના કરી હતી. એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે સીમલીયા બારીયાફળી ગામે ભટોડ ફળીયામાં રહેતો ભુરાભાઈ ચંદુભાઈ બારીયા નાનો તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી મુકી રાખ્યો છે. આથી બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે સીમલીયા બારીયાફળી ગામે ભુરાભાઈ ચંદુભાઈ બારીયાના ઘરે રેઇડ કર પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. કવાટરીયા નંગ-૧૧૫૨ કી.રૂ.૧,૧૫,૨૦૦/- જપ્ત કરીને આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી દામાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!