શહેરા
ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારનો દિવસ ફ્રેન્ડશિપ દિવસ તરીકે ઉજવાય છે.પંચમહાલ જીલ્લામા પણ ફ્રેન્ડશિપની ઉજવણી યુવાધન દ્વારા કરવામા આવી હતી. ખાસ કરીને એકબીજાને ફ્રેન્ડશિપ બેલ્ટ આપીને મિત્રતા દિવસની શુભકામના પાઠવી હતી. આજકાલ એકબીજાને બેલ્ટ આપવાનો ક્રેઝ ભારે ચાલ્યો છે.
જીવનમાં મિત્રતાના સંબધની વિશેષતા લોહીના સંબધ કરતા વધારે છે.
મહાભારત અને રામાણય કાળમા પણ ભગવાન રામ અને કૃષ્ણના મિત્રોની પણ વાત આવે છે. કૃષ્ણના મિત્ર સુદામાની મિત્રતાની વાતથી સૌકોઈ જાણે છે. હિન્દી ફિલ્મોમા પણ મિત્રતા પર અનેક ફિલ્મો બની છે. ઓગષ્ટ મહિનાના પ્રથમ રવિવારનો દિવસ ફ્રેન્ડશિપ દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસની યુવાઓ આતુરતાથી રાહ જોઈ રહેતા હોય છે. ફેન્ડશિપ દિવસને લઈને બજારમા ગિફ્ટ શોપની દુકાનો પર વિવિધ ગિફટ જેમા બેલ્ટ,ઘડીયાળ, ચેઈન,કિચનની પણ માંગ રહેતી હોય છે.આજકાલ મિત્રતા દિવસને લઈને બેલ્ટ આપવાનુ ચલણ પણ વધ્યુ છે. એકબીજાને બેલ્ટ પહેરાવીને મિત્રતા દિવસની ઉજવણી કરે છે.