આંબલીયારા ચાંદરેજ માર્ગ પર રવિવારે સવારે ખેતરમાં ઘાસ કાપતી મહિલાને મગર દેખાઈ આવતાં તેમણે તરત જ માર્ગ પર જતા વટેમાર્ગુને બોલાવી બતાવતાં વટેમાર્ગુએ મગર હોવાનું જણાવ્યું હતું.
જેથી વટેમાર્ગુએ મહિલાના પતિને ફોન કરી બોલાવતાં મહિલાના પતિ પણ આવી પહોંચ્યા હતા. જોત જોતામાં વાત ગામમાં પહોંચી જતાં લોકોના ટોળાં એકત્ર થઈ ગયાં હતાં.
Advertisement
ત્યારબાદ વન વિભાગના બીટગાર્ડ જગદીશભાઈને જાણ કરવામાં આવતાં જગદીશભાઈએ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મૂક્યો હતો
Advertisement
Advertisement