હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે અરવલ્લી જીલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ ની જાહેરાત કરી હતી ત્યારે રવિવારે દિવસભર ઝરમર ઝરમર અને વરસાદી છાંટા પડ્યા હતા શનિવારે સાંજના સુમારે મોડાસા શહેરમાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો જળ તરબોળ બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અરવલ્લી જીલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલથી ખેડૂતો અને પ્રજાજનોમાં હૈયે હાશકારો થયો છે
મોડાસા શહેરમાં શનિવારે સાંજે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા શહેરના હાર્દસમાં ચાર રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો શહેરના આઇકોનિક બસપોર્ટ નજીક આવેલા રબારીવાસ અને ભોજીયાવાસમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં નગરપાલિકા તંત્ર ઉણું ઉતરતા અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા પરિવારોની હાલત કફોડી બની હતી વરસાદી પાણી ભરાવવાના કારણે,ભોજીયાવાસ માં રહેતા શ્રમિકોના ઘર માં પાણી ઘૂસ્યા છે,આવી વર્ષો જૂની સમસ્યા ને પગલે રહીશો ,રાહદારીઓ અને વાહચાલકોને હાલાકી વેઠવી પડી હતી નગરપાલિકા તંત્રના પ્રી મોન્સુન પ્લાન એક ઇંચમાં પાણીમાં વહી જતા શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે