ગોધરા
ગોધરા શહેરમાં આવેલા ધનરાજ જવેલર્સ નામથી સોનાચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવતા વેપારીને ત્યા નોકરી કરતી સેલ્સગલ્સે મોટો ખેલ પાડયો છે.દાગીનાની ગણતરી દરમિયાન વેપારી જોઈ ના જાય તે રીતે સેલ્સગલ્સે સોનાના દાગીનાની છુપી રીતે ચોરી કરીને પોતાના બોયફ્રેન્ડને આપી દેવાની ઘટના બહાર આવી છે. સેલ્સગલ્સ યુવતીએ સવા કરોડથી વધુની રકમના સોનાના દાગીના પોતાના બોયફ્રેન્ડને આપી દીધા હોવાની વેપારીની પુછપરછમાં બહાર આવતા આખરે સેલ્સગર્લ્સ યુવતી સામે ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.ફરાર બોયફ્રેન્ડને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગોધરા શહેરના એલઆઈસી રોડ પર હિંમાશુભાઈ અડવાણી પોતે ધનરાજ જ્વેલર્સનામની દુકાન ચલાવે છે. તેમની દુકાનમાં 8 જેટલા માણસો નોકરી કરે છે. તેમને 1 વરસ પહેલા અનુષ્કા પારવાણી નામની યુવતીને નોકરીએ રાખી હતી. જેમાં બધા નોકરી કરનારાઓ સવારે આવતા અને સાંજે જતા રહેતા હતા. હિમાશુભાઈ પોતાના સ્ટાફ સાથે સોનાચાદીના દાગીનાની ગણતરી કરવાનું ચાલુ કર્યું હતું ત્યારે સોનાની 16 નંગ ચેઈન, સોનાની બંગડીઓ 49 ના દાગીના ઓછા પડયા હતા.આથી હિમાશુભાઈએ તમામ સ્ટાફને ભેગા કરીને પુછતા અનુષ્કા પારવાણીએ જણાવ્યુ હતુ કે મેઈન્ટેઈન્શ સમયે ચોરી ગઈ હતી અને ધાનકાવાડ ખાતે રહેતા મારા બોયફ્રેન્ડ નીમેશ લીલારામ ઠાકવાણીને આપી દીધા હતા. હિમાશુ ભાઈએ 16 નંગ ચેઈન જેની કિંમત 26,60,000 તેમજ સોનાની બંગડીઓ જેની કિંમત 99,50,000 થવા જાય છે. આમ કુલ 1,26,10,000 કરોડની કિંમતના ઘરેણાની ચોરી થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કાયદેસરના કાર્યવાહી હાથ ધરી છે
આ મામલે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બોયફ્રેન્ડ બ્લેકમેઈલ કરતો હોવાનુ રટણ કરતો હતો, પાછા આપી દઈશ હોવાની વિગત જણાવતો હતો. જોકે હાલ નિમેશ પણ આ મામલાની જાણ થતા ફરાર થઈ ગયો છે. પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.