શિવાલયોમાં જઈને શ્રદ્ધાળુઓ દૂધ,જળ અને બીલીપત્રો ચઢાવી શ્રાવણીયા સોમવારે શિવ પૂજા કરી ધન્ય બન્યા
પ્રવિત્ર શ્રાવણ માસની સોમવારથી પ્રારંભ થતાં શિવભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં સોમવારથી શરુ થતા પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો અને શ્રધ્ધાલળુઓના ૐ નમઃ:શિવાયના નાદથી ઠેર ઠેર શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. અત્ર,તત્ર,સર્વત્ર ભક્તિમય માહોલ સર્જાયો હતો
યોગાનુયોગ આજે સોમવાર ના દિવસે જ પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થતા આજે વહેલી સવારે વરસાદ માહોલમાં પણ ઠેર ઠેર શિવાલયોમાં ભાગવાન ભોળાનાથ,આસુતોષ,નીલકંઠની પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા.બંને જિલ્લા માંસર્વત્ર મંદિરો ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા આબાલ વૃદ્ધ સહુ કોઈ સવારથી જ શિવાલયે જઈને ભગવાન ભોળાનાથને જલ-દૂધ અને બીલીપત્રો ચઢાવી પૂજા અર્ચના કરી શિવજી ના દર્શન નો લ્હાવો લઈ ધ્યાન ધર્યું હતું
અરવલ્લીના શામળાજી પાસે સ્વયંભુ રૂદ્રેશ્વર,ભિલોડાના ભવનાથ થી માંડી મોડાસાના કાશી વિશ્વનાથ..સાયરા જતા ગેબી મહાદેવ , શામપુરના સ્વયંભુ કુઢેરા મહાદેવ.વાદીયોલના વૈજનાથ મહાદેવ,ટીટોઈ ટેકરી મહાદેવ .કુડોલના સોમનાથ મહાદેવ .ઉમેદપુર -(દધાલીયા)માં પ્રાચીન વિરેશ્વર મહ્દેવ,મોટી ઈસરોલમાં મોટેશ્વર મહાદેવ,જીતપુરમાં જબળેશ્વર મહાદેવ અને માધુપુર પાસે ધારેશ્વર મહાદેવ,ભાટકોટા-રામેશ્વર કમ્પા-નાની ઇસરોલના ત્રિભેટે પંચ મહેશ્વર(વડેશ્વર),રાજેન્દ્રનગરના સોમનાથ .,ઉભરાણ પાસે શૂલપાણેશ્વર સહિતના શિવાલયો ઉપરાંત સાબરકાંઠામાં સ્વયંભુ વિજયનગર પાસે જંગલમાં વિરેશ્વર મહ્દેવ મંદિરે પણ શ્રાવણ માસ માં શિવજી નો વિશેષ દિવસ ગણાતા સોમવારે ભક્તો નો અવિરત પ્રવાહ વહેલી સવાર થી રાત્રી ના ૯ વાગ્યા સુધી શિવાલયો માં હર-હર મહાદેવ ના નાદ અને ઘંટારવ થી ગુંજી ઉઠ્યા હતા.
શિવભકતોમાં શ્રાવણ માસે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કેટલાક શિવાલયોમાં માસના અંતે લોકમેળાનું પણ આયોજન કરવાની તૈયારીઓ અત્યારથી જ આદરી દીધી હતી લોકો શિવભક્તિમાં લીન બની જાય છે.આખો મહિનો ઉપવાસ વ્રત રાખી શિવજીના ગુણગાન ગાતા ભક્તોને મહિનો ક્યાં નીકળી નીકળી જાય તેની ખબર પડતી નથી.કેટલાક શિવભકતો દર વર્ષે શિવાલયમાં એક લાખ બિલ્વપત્ર ચડાવીને શિવ પૂજા કર્યાની ધન્યતા અનુભવે છે.