અરવલ્લી જિલ્લા કલેક્ટર એ સંવેદના વ્યક્ત કરી, પરિવારજનોને આપી હૈયાધારણ
મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં કોઈ અધિકારી નહીં આવતા પરિવારજનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા
પોલિસની ઢીલી તપાસને લઇને SIT અથવા તો CID ક્રાઈમને તપાસ સોંપવાની કરી માંગAdvertisement
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા તત્વ આર્કેટના બેઝમેનમાંથી મળી આવેલા આશાસ્પદ યુવકના મૃતદેહને એક મહિનો પૂર્ણ થતાં માસિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. મોડાસા ચાર રસ્તા ખાતે પીડિત પરિવારો તેમજ સમાજના આગેવાનો પહોંચ્યા હતા, જ્યાં પ્રિતને શ્રદ્ધાંજલિ અર્પી હતી. એક મહિના કરતા વધુનો સમય વિતી ગયો હોવા છતાં પોલિસ હજુ સુધી કોઈ યોગ્ય દિશામાં પહોંચી શકી નથી, તેને લઇને સમાજમાં ભારે નારાજગી પણ જોવા મળી હતી.
પરિવારજનો સાથે સર્વ સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ન્યાયની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી હતી, જ્યાં જસ્ટિસ ફોર પ્રિતના નારા લાગ્યા હતા. તમામ મહિલાઓ અને આગેવાનો કલેક્ટર ચેમ્બરમાં પહોંચ્ય૨ હતા, જ્યાં કલેક્ટર એ માતા ની વેદના સાંભળી હતી, અને પરિવારજનોને ન્યાય મળે તે માટે તાત્કાલિક ઘટતું કરવાની બાંયધરી આપી હતી.
શું હતો ઘટનાક્રમ?
અરવલ્લી જિલ્લાના મોડાસા – શામળાજી હાઈવે પર તત્વ આર્કેડના બેઝમેનમાંથી 4 જુલાઈના રોજ સાંજના અરસામાં પ્રિત નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, આશાસ્પદન યુવકના મોતને લઇને પરિવરજનો પર આભ તૂટી પડવા જેવી સ્થિતિ નું નિર્માણ થયું હતું. FSL નો રીપોર્ટ આવ્યા પછી પલિસે હત્યાનો ગુનો નેંધ્યો હતો.