અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરને અડીને આવેલા વોલ્વા ગામના ખોડિયાર માતા મંદિરમાં રાત્રિએ તસ્કર ટોળકી ત્રાટકી મંદિરના પ્રવેશ દ્વાર પર રહેલી લોખંડની જાળી તોડી નાખી મંદિરમાં રહેલી મૂર્તિ, માતાજીના આભૂષણો અને દાનપેટી તોડી નાખી રોકડ રકમની ચોરી કરી મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરાને નુકશાન પહોંચાડી ચોરીની કાળી કરતૂત ડીવીઆરમાં કેદ થતાં ડીવીઆર ઉઠાવી ફરાર થઈ ગયા હતા ખોડિયાર મંદિરમાં ચોરી થયાની જાણ થતાં મંદિરના ટ્રસ્ટીઓ અને ગામલોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા મોડાસા રૂરલ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા-મેઘરજ રોડ પર આવેલા વોલ્વા ગામના ખોડીયાર માતાના મંદિરમાં મંગળવારે સાંજના સુમારે સેવા પુંજા કરી પૂજારી રાબેતા મુજબ મંદિરના પ્રવેશ દ્વાર પર રહેલી લોખંડી જાળી બંધ કરી હતી વરસાદી માહોલમાં રાત્રિના સુમારે તસ્કરો ત્રાટકી લોખંડની જાળી નીચેથી તોડી નાખી મંદિરમાં પ્રવેશી ભક્તોએ મંદિરમાં અર્પણ કરેલ ચાંદીની મૂર્તિ,પાદુકા,ગ્લાસ, માતાજીનું આસન મગર સહિત મંદિરમાં રહેલ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ જતા ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો