અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસપતંત્ર જીલ્લાના માર્ગો પરથી થતી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સતત દોડાદોડી કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે. મોડાસાના સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે મોડાસા ટાઉન પોલીસે નામચીન બુટલેગર રામ સલાટ અને વિજય સલાટના ઘરમાંથી ૨૬ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો
મોડાસા ટાઉન પીઆઇ કે.ડી.ગોહિલ અને તમેની ટીમ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળતા કે સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં રહેતા બુટલેગર રામ અર્જુન સલાટ ચોરી છુપીથી ઈંગ્લીશ દારૂ તથા બીયર લાવી વિજય જીવણભાઈ સલાટનાઓના ઘરે રેઇડ કરતા મકાનના પ્રથમ ખંડમાં છુપાવી રાખેલો વિદેશી દારૂના ક્વાર્ટર નંગ-૨૪ તથા બોટલ નંગ-૨૪ કુલ નંગ-૪૮ થતા બિયરના ટીન નંગ-૭૨ મળી નંગ-૧૨૦/- કુલ રૂ.૨૬,૪૦૦/- નો જથ્થો ઝડપી પાડી ફરાર બંને બુલેગરો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.