ગોધરા
દેશના ગરીબ અને મધ્યમ વર્ગને પેટ ભરવા પુરતુ અનાજ મળે તે માટે સરકાર વિવિધ યોજના હેઠળ રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને અનાજનો પુરવઠો પુરો પાડે છે.પણ અનાજ માફીયાઓને જાણે આ અનાજની હેરાફેરી કરવામા જરાય ડર લાગતો નથી હોવાનુ લાગે છે.પંચમહાલના ગોધરા શહેરમાં એક તૂવેરદાળની મિલ પર જીલ્લા પુરવઠા વિભાગની રેડમાં આંધ્ર પ્રદેશ સરકારનો જાહેર વિતરણ અને સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ વિતરણ કરવામા આવતો તૂવેરદાળનો જથ્થો ઝડપી પાડવામા આવ્યો હતો.આ મિલમાં આ તુવેરદાળની થેલીઓને તોડીને તેમાથી તૂવેરદાળની 50 કિલોની બેગ બનાવીને ભરવામા આવતી.આ મામલે પૂરવઠા વિભાગે 16.47 કરોડની મિલકતનો મૂદ્દામાલ જપ્ત કરીને તેમજ તૂવેરદાળની મિલને સીલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા અને તેઓની જીલ્લાની ટીમ અને ગોધરા સીટી મામલતદાર દ્વારા શેખ મજાવર રોડ પર આવેલી તુવેરદાળ મિલમા આકસ્મિત તપાસ કરવામા આવી હતી.જેમા તપાસ દરમિયાન આઈસીડીએસ તેમજ પીડીએસના લખાણના માર્કાવાળી તુવેરદાળના પેકેટ મળી આવ્યા હતા.તે આંધ્રપ્રદેશની સરકારના માર્કાવાળા હતા.આંધ્રપ્રદેશ સરકારી તુવરદાળનું અનઅધિકૃત રીતે વેચાણ કરતા હોવાની વિગતો બહાર આવી હતી. તપાસણી કરતા તુવેરદાળનો અનઅધિકૃત સંગ્રહ કરેલો જથ્થો ૧૧,૧૩,૩૦૦ કિગ્રા (૨૨,૨૬૬ કટ્ટા) જેની બજાર કિમત રૂપિયા ૧,૬૪,૭૬૮,૪૦૦ (અંકે રૂપિયા સોળ કરોડ સુળતાલીસ લાખ અડસઠ હજાર ચારસો પુરા) તેમજ જથ્થો ભરેલુ વાહન નંગ ૧, આમ કુલ મળી ૧૬૫,૫૬૮,૪૦૦(અંકે રૂપિયા સોળ કરોડ પંચાવન લાખ અડસઠ હજાર ચારસો પુરા)નો જથ્થો સીઝ કરીને કાર્યવાહી કરી હતી. તહુરા તુવરદાળની મિલના સંચાલક સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
થેલીમાંથી દાળ કાઢી 50 કિલોગ્રામનો જથ્થો બનાવી થેલીમાં ભરતા હતા -હરેશ મકવાણા (જીલ્લા પુરવઠા અધિકારી,ગોધરા)
શેખ મજાવર રોડ પર આવેલી તુવેરદાળની મિલ પર તપાસ હાથ ધરી હતી. આ મિલ તુવેર ખરીદી કરી ને તુવેરદાળ બનાવતી હતી. પણ ચોકાવનારી વાત એ હતી જ્યા ગાડી માથી જથ્થો ઉતરતો હતો. આધ્રપ્રદેશ સરકારનો આસીડીએસ અને જાહેર વિતરણ વ્યવસ્થા નો જથ્થો હતો.તેની માર્કા વાળી થેલી મળી આવી હતી. તે થેલીમાંથી તુવેરદાળ કાઢીને તેઓ પછી 50 કેજીના બેગ બનાવતા હતા તેવી વિગત મળી આવી હતી. આ આધ્ર પ્રદેશનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો સીલ કર્યો હતો. આ મામલે હાજર લોકોએ પુરાવા પણ રજુ નથી કર્યા ગોડાઉન પણ સીલ કરી કાર્યવાહી હાથ ધરી હતી