અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે અપહરણ,ગુમ થયેલ અને વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લા પોલીસતંત્રને માર્ગદર્શન અને સૂચના આપતા સ્થાનિક પોલીસ અને વિવિધ એજન્સીઓ સતત દોડધામ કરી રહી છે જીલ્લામાં સગીરાના અપહરણ અને પોક્સોના ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ધનસુરાના ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ કરનાર શીકાના પ્રકાશ તરાર નામના આરોપીને ગણતરીના દિવસોમાં ધનસુરા બજારમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
ધનસુરા તાલુકાના શિકા ગામનો પ્રકાશ રજુભાઈ તરાર નામનો યુવાન થોડા દિવસ અગાઉ ધનસુરા પંથકની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ જતા સગીરાના પરિવારજનોએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા PSI બી.બી.ડાભાણી અને તેમની ટીમે સગીરાના અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલવા બાતમીદારો સક્રીય કરી ટેકનિકલ સર્વલન્સના આધારે તપાસ હાથધરતા સગીરાનું અપહરણ કરનાર આરોપી પ્રકાશ તરાર ધનસુરા બજારમાં ખરીદી કરવા આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થતા પોલીસ તાબડતોડ ધનસુરા બજારમાં પહોંચી ચાર રસ્તા નજીક ટહેલતા પ્રકાશ રજૂભાઈ તરાર નામના અપહરણકર્તા અને પોક્સો એક્ટના આરોપીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગણતરીના દિવસોમાં અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી