મંગળવારે રાતના અંધારામાં મરણતોલ હાલતમાં પશુઓ ભરી ભાગવા જતા પીકઅપ ડાલાને ગાબટ ટેબલી પાસે વિહીપ કાર્યકરોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા
સાઠંબા પોલીસે ૫.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ પશુઓને પાંજરાપોળમાં મોકલી આપ્યા
બાયડ તાલુકાના ગાબટથી ઉભરાણ જવાના માર્ગ ઉપર ત્રણ રસ્તા પાસે મંગળવારે રાત્રીના સમયે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને બાતમી મળી હતી કે અહીંથી ગેરકાયદે પશુઓની હેરાફેરી થાય છે જેથી વિહીપ કાર્યકરો અને લોકો ગાબટ ત્રણ રસ્તા પર ઉભા હતા એ સમયે એક એક પીકઅપ ડાલુ આવી પહોંચતાં તેની અંદર તપાસ કરતાં કતલખાને લઈ જવાના ઈરાદે ભેંસો ભરેલી હતી ડાલાના પાછળના ભાગે પાટીયાં લગાવેલા હોઈ ઉપર ચડીને તપાસ કરતાં અંદર મરણતોલ હાલતમાં ભેસો નંગ. ૫. ભરેલી હતી ભેંસોના મોઢાના ભાગે તથા પગમાં દોરડાથી બાંધી પાણી કે ઘાસચારાની સગવડ વિના પશુઓને મરણતોલ હાલતમાં મુશ્કેટાટ બાંધેલા હતા
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ બાયડ પ્રખંડના પ્રમુખ મનીષભાઈ શીવાભાઈ શીવાભાઈ પટેલે સાઠંબા પોલીસને જાણ કરતાં સાઠંબા પોલીસે ભેસો નંગ. ૫ જેની કિંમત રૂ. એક લાખ તથા પીકઅપ ડાલું મળી કુલ ૫.૫૦ લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓ (૧ ) અલ્તાફ નાથુ મુલતાની. (૨) નસરુદ્દીન અલાઉદ્દીન મુલતાની બંને રહે. ચાંદ ટેકરી મોડાસા સામે પશુકૃરતા અધિનિયમ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી