ગુજરાત સહિત સમગ્ર દેશમાં પુલ અને બ્રિજ ધરાશાયી થવાની અને ગાબડા પડવાની ઘટનાઓ બની રહી છે ત્યારે ને.હા.નં.48 પર બનેલ બ્રિજની સાઈડોનું કામકાજ તકલાદી હોવાની ચર્ચા
દિલ્હી થી મુંબઈ ને જોડતો અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-48 સિક્સલેન બનાવવાનું કામકાજ મંથર ગતિએ ચાલી રહ્યું હોવાથી સાબરકાંઠા-અરવલ્લી અને ગાંધીનગર જીલ્લાના પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બંને જીલ્લાના પ્રજાજનો અનેક વાર નેશનલ હાઇવે ચક્કાજામ કર્યા છતાં હાઇવે ઓથોરિટીના પેટનું પાણી હલતું નથી નવા નક્કોર હાઇવે પર ઠેર ઠેર ગાબડા પડી જવાની સાથે બનાવેલ બ્રિજ પર લોખંડના સળિયા બહાર આવી ગયા હોવાની ઘટનો પણ બની છે ત્યારે સાબરકાંઠા સાંસદ શોભાનાબેન બારૈયાએ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની દિલ્હીમાં રૂબરૂ મુલાકાત કરી હાઇવેનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવેની રજૂઆત કરી હાઇવે ઓથિરીટીના જવાબદાર અધિકારીઓ દ્વારા કામકાજની સમીક્ષા કરવામાં આવેની માંગ કરી હતી
સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના સાંસદ શોભાનાબેન બારૈયાએ દિલ્હીમાં કેન્દ્રીય પરિવહન મંત્રીની મુલાકાત કરી બંને જીલ્લા માંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર-48નું કામકાજ મંથર ગતિએ ચાલતું હોવાની સાથે અનેક સ્થળે હાઇવે નિર્માણ કરનાર એજન્સીએ અધૂરા કામ છોડી દીધા છે શામળાજી થી ચિલોડા સુધી હાઇવે રોડ પર 25 બ્રિજ બનાવવામાં આવ્યા છે તમામ બ્રિજના કામકાજ હલકી ગુણવત્તાના કરવામાં આવ્યા છે અનેક બ્રિજની સાઈડ ગમે તે ઘડીએ તૂટી પડે તેવી સ્થિતિમાં છે જેને લોખંડના સળિયા નાખી ગેનેટિંગ કરી ટકાવી રાખી છે જેનાથી ભવિષ્યમાં ખૂબ મોટો અકસ્માત થવાની સંભાવના વ્યક્ત કરી હતી
શામળાજી થી ચિલોડા સુધી પસાર થતાં નેશનલ હાઇવે નંબર-48 પર બનાવેલ બ્રિજમાં માટીકામ કરી ડામર રોડ કરી દીધો હોવાથી રોડ પર મસમોટા ખાડાઓ પડતાં અકસ્માતના બનાવોમાં વધારો થવાની સાથે અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે બ્રિજના છેડે સર્વિસ રોડ નહીં બનાવાતા હાઇવેને અડીને આવેલ શહેરો અને ગામડાના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તમામ બ્રિજ પર રોડનું કામ ફરીથી કરવામાં આવેની માંગ કરી હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવેની માંગ કરી હતી