સમગ્ર દેશમાં IAS પૂજા ખેડકરે પ્રોબેશનમાં પુણેમાં એડીએમ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી તે દરમિયાન અનેક પ્રકારે વિવાદમાં આવ્યા બાદ UPSC પરીક્ષામાં ઉંમર,નામ અને ડિસેબિલિટી ખોટી દર્શાવી હોવાનું બહાર આવતા ભારે હડકંપ મચી ગયો હતો આ પ્રકરણ બાદ કેન્દ્ર સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ પણ સતર્ક બની (DOPT) અન્ય કોઈએ પૂજા ખેડકરની માફક નકલી અધિકારી બની બેઠા ન હોય તે માટે તમામ રાજ્યોમાં વિકલાંગતા ધરાવતા કોઈ અધિકારી હોય તો તેની વિકલાંગતા તપાસવા માટેની સૂચના દરેક રાજ્ય સરકારને આપી છે. ગુજરાત સરકારને પણ આ જ આદેશ મળ્યા છે, જેને પગલે ગુજરાતના 5 IAS અને 2 IPS અને 1 IFS મળીને સિવિલ સર્વિસના કુલ 8 અધિકારીએ વિકલાંગતા સાબિત કરવી પડશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારને પણ કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા સિવિલ સર્વિસીઝમાં રહેલા અને વિકલાંગતા ધરાવતા અધિકારીની વિકલાંગતા તપાસવામાં માટે અને તેમનો ફિટનેશ ટેસ્ટ એઈમ્સ અથવા સરકારી હોસ્પિટલમાં કરાવવાનો આદેશ કર્યો છે ગુજરાતમાં 5 એવા IAS આંશિક વિકલાંગતા ધરાવે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના બે IPS પણ ખોટાં સર્ટિફિકેટ હેઠળ ભરતી થયાની ફરિયાદ ઉઠી છે તેમજ એક IFS અધિકારી આંશિક વિકલાંગતા ધરાવે છે. રાજ્યના 8 જેટલા સિવિલ સર્વિસીઝના અધિકારીઓએ આગામી સમયમાં પોતાની વિકલાંગતા સાબિત કરવી પડશેની માહિતી પ્રાપ્ત થઈ હતી