વરલી-મટકા અને જુગારના સ્ટેન્ડ ધમધમતા કરવા વહીવટદારોના ધમપછાડા,અનેક પરિવારો વરલી-મટકા અને જુગારના ખપ્પરમાં હોમાઈ બરબાદ થઈ ચૂક્યા છે
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ દેશી-વિદેશી દારૂના વેપલા અને વરલી-મટકાના સ્ટેન્ડ,જુગારધામ પર તવાઈ બોલવી છે જીલ્લા એલસીબી પોલીસે ધનસુરા પોલીસને ઉંઘતી રાખી વડાગામ ચાર રસ્તા પર ચાની કીટલી પર વરલી-મટકાના આંકફેર લખતા બે અને આંકડા લખાવવા આવેલ એક સહિત ત્રણ જુગારીઓને 12.47 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા
અરવલ્લી LCB પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે ધનસુરા પોલીસની નાક નીચે ચાલતા વરલી-મટકાના આંકફેરના આંકડાના જુગારનો પર્દાફાશ કર્યો હતો વડાગામ ચાર રસ્તા પર આવેલ ચાની લારી પર વરલી-મટકાનું સ્ટેન્ડ બે જુગારીઓ ચલાવતા હોવાની બાતમી એલસીબીને મળતાં બાતમી આધારીત સ્થળ પર પહોચી જમીન પર બેઠક બનાવી હારજીતના આંકડા લખતા ઇલિયાસ હમીદ કલાલ (રહે,પાંચકુહાડા) અને મોહન અંબાલાલ ઠાકોર (રહે,જવાહર બજાર,ધનસુરા) તેમજ વરલી મટકાના આંકડા લખાવવા પહોંચેલ વિક્રમ નાનજી વસાવા (રહે,ધનસુરા)ઝડપી પાડી ત્રણેની અંગજડતી લેતા રૂ.11470/- રોકડ રકમ અને 4 મોબાઈલ મળી કુલ.રૂ.12470/-નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે જુગારીઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી